કઈક કરી બતાવવા માટે તમારી જાતને આ પાંચ પ્રશ્નો પુછો.....
એવા પાંચ પ્રશ્નો છે , જે દરરોજ આપણી જાતને પૂછીએ તો રોજબરોજના કાર્યોમાં સદાચાર અને નિતિમત્તા જાળવી રાખવામાં મદદ મળે છે.પ્રથમ પ્રશ્ન છે : ' શું આજે મે મારા સદગુણોનો અમલ કર્યો ?' સદગુણો એ હ્રદય સાથે જોડાયેલી ટેવો છે , જેનુ શિક્ષણ આપણને આપણા માતા - પિતા અને પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા મળે
એવા પાંચ પ્રશ્નો છે , જે દરરોજ આપણી જાતને પૂછીએ તો રોજબરોજના કાર્યોમાં સદાચાર અને નિતિમત્તા જાળવી રાખવામાં મદદ મળે છે.
પ્રથમ પ્રશ્ન છે : " શું આજે મે મારા સદગુણોનો અમલ કર્યો ?" સદગુણો એ હ્રદય સાથે જોડાયેલી ટેવો છે , જેનુ શિક્ષણ આપણને આપણા માતા - પિતા અને પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા મળે છે.
બીજો પ્રશ્ન છે : ' આજે મે કોઈ ખરાબ કરતા સારું કામ વધારે કર્યુ હોય એવુ બન્યુ છે ? અથવા આજે શું મે એવો પ્રયાસ પણ કર્યો ? ' તમારા કાર્યના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાનાં પરિણામો વિશે વિચારો.
ત્રીજો પ્રશ્ન છે : ' આજે મે લોકો સાથે તેમનુ માન અને ગૌરવ જળવાય તેવો વ્યવહાર કર્યો ? ' બધાં જ માનવો સાથે તેમનુ ગૌરવ જાળવીને વ્યવહાર માત્ર એ કારણસર કરવો જ જોઈએ કે તેઓ બધા જ માણસ છે.
ચોથો પ્રશ્ન છે : ' શું હું આજે નિષ્પક્ષ અને ન્યાયી રહ્યો હતો ? કોઈ વ્યક્તિ સાથે કોઈ પ્રાસંગિક નૈતિક કારણસર અલગ વ્યવહાર કરવો પડ્યો હોય તેને બાદ કરતા શું આજે મે દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કર્યો છે ? '
પાંચમો પ્રશ્ન છે : " શું મારો સમુદાય એટલા માટે સારો બન્યો કે હું તેના એક ભાગરુપે છુ ? શું હું વધારે સારો એટલા માટે હતો કે હું મારા સમુદાયમાં હતો ? તમે તમારા પ્રાથમિક સમુદાયની જે રીતે વ્યાખ્યા કરતા હો તેના આધારે તમારો પ્રાથમિક સમુદાય નક્કી કરો. એ કોઈ પણ હોઈ શકે . શું હું મારા સમુદાયને વધુ મજબુત બનાવવા મારા અંગત હિતોને બાજુ પર મૂકીને પણ કાંઈ કરવા સક્ષમ હતો ? હું મારી જાતને વધુ સારી વ્યક્તિ બનાવવાની પ્રક્રિયામાં મારા સમુદાયની તાકાતનો ઉપયોગ કરી શક્યો હતો ? "
-' પરાત્પર ' પુસ્તકમાંથી
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com