25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સુઇગામ હાઇવે પરથી હેવી ઓઇલ રિફાઇનરીના ટેન્કર પસાર થતાં 5 કલાક વીજપુરવઠો ખોરવાયો.

સુઇગામ હાઇવે પરથી હેવી ઓઇલ રિફાઇનરીના ટેન્કર પસાર થતાં 5 કલાક વીજપુરવઠો ખોરવાયો.બનાસકાંઠાના સરહદી સુઇગામ વિસ્તારમાંથી બુધવારે સવારે 8 કલાકે કંડલા તરફથી આવતા 4 હેવી ઓઇલ મશીનરી ભરેલ વાહનો પસાર થતાં બોરુથી સુઇગામ સુધીના કસ્ટમ રોડ અને સુઇગામથી કાણોઠી સુધી હાઇવે રોડ વચ્ચે આવતા વીજ વાયરો

સુઇગામ હાઇવે પરથી હેવી ઓઇલ રિફાઇનરીના ટેન્કર પસાર થતાં 5 કલાક વીજપુરવઠો ખોરવાયો.

બનાસકાંઠાના સરહદી સુઇગામ વિસ્તારમાંથી બુધવારે સવારે 8 કલાકે કંડલા તરફથી આવતા 4 હેવી ઓઇલ મશીનરી ભરેલ વાહનો પસાર થતાં બોરુથી સુઇગામ સુધીના કસ્ટમ રોડ અને સુઇગામથી કાણોઠી સુધી હાઇવે રોડ વચ્ચે આવતા વીજ વાયરો કાપવા પડ્યા હોઈ 5 કલાક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, હેવી વજન અને 35 ફૂટ ઊંચા તેમજ લગભગ 50 ફૂટથી વધુ લાંબા રિફાયનરી મશીન પસાર થતા તેને પસાર કરવા માટે જલોયા 66 કે.વી.સબ સ્ટેશનના મોરવાડા ફીડર તેમજ જલોયા ફીડરના લીંબુણી,નવાપુરા,હરસડ,મોરવાડા,ધરેચાણા,ડુંગળા,દુદોસણ, બોરું, મસાલી, માધપુરા, તેમજ જલોયા,સુઇગામ, રાજપુરા,બેણપ,દુધવા,સેડવ,કુંભારખા,ઉચોસણ, જોરાવરગઢ વિગેરે ગામોમાં 5 કલાક માટે વીજ પુર્વથી ખોરવાઈ ગયો હતો,જોકે ઓઇલ મશીનરીના વાહનો પસાર થયા બાદ તાત્કાલિક કામગીરી હાથ ધરી વીજપુરવઠો પૂર્વવત કરાયો હતો


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments