25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

તંત્રની બેદરકારીનો ભોગ બન્યા ખેડૂતઃ દસાડાના વઘાડા ગામમાં નર્મદા કેનાલમાં ગાબડું

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નર્મદાનું પાણી પુહોંચાડવા માટે કેનલો બનાવવામાં આવી છે. પરંતુ બનાસકાંઠા સહિતના કેટલાક જિલ્લામાં તંત્રની બેદરકારીને કારણે કેનાલમાં ગાબડા પડવાની ઘટના સામે આવે છે. ત્યારે સુરેન્દ્રનગરના વઘાડા ગામમાં તંત્રની બેદરકારીની સજા ખેડૂતો ભોગવી રહ્ય

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નર્મદાનું પાણી પુહોંચાડવા માટે કેનલો બનાવવામાં આવી છે. પરંતુ બનાસકાંઠા સહિતના કેટલાક જિલ્લામાં તંત્રની બેદરકારીને કારણે કેનાલમાં ગાબડા પડવાની ઘટના સામે આવે છે. ત્યારે સુરેન્દ્રનગરના વઘાડા ગામમાં તંત્રની બેદરકારીની સજા ખેડૂતો ભોગવી રહ્યાં છે. કેનાલમાં ગાબડુ પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. જેથી આ અંગે ખેડૂતોએ તંત્રને રજૂઆત કરીને ગાબડુ પુરવાની માંગણી કરી હતી. બીજી તરફ ગાબડું નહીં પુરુતા અને કેનાલમાં પાણી છોડવામાં આવતા આસપાસના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યાં છે. જેથી જગતનો તાત ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે.


સુત્રોના જણાવ્યા અનુસાર દસાડા તાલુકાના વઘાડા ગામમાંથી પસાર થતી નર્મદાની માઈનોર કેનાલમાં એક ગાબડું પડ્યું હતું. જેથી કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યાં હતા. જેથી પાકને નુકસાન જવાની ચિંતામાં મુકાયેલા ખેડૂતોએ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને માઈનોર કેનાલમાં ગાબડું પુરવા રજૂઆત કરી હતી. અધિકારીઓએ પણ ચાર દિવસ પહેલા ગાબડું પુરવાનું આશ્વાસન આપ્યું હતું. તેમ છતા હજુ સુધી ગાબડું પુરવામાં આવ્યું નથી. એટલું જ નહીં તંત્ર દ્વારા કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે. જેથી કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. આ અંગે ફરીથી અધિકારીઓને જાણ કરવામાં આવી છે. તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.  


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments