25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સરકારી વિનયન કોલેજ કપરાડા ખાતે ઉદિશા/પ્લેસમેન્ટ ફેર અંતર્ગત રીડિંગ સ્કીલ અને પોઝિટિવ એટીટ્યુડ અંગે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

તા 29/10/2021 ના રોજ સરકારી વિનયન કોલેજ કપરાડા ખાતે ઉદિશા/પ્લેસમેન્ટ ફેર અંતર્ગત રીડિંગ સ્કીલ અને પોઝિટિવ એટીટ્યુડ અંગે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય વક્તા તરીકે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મોટાપોંઢાના એસોસિયેટ પ્રોફેસર ડો.આશા ગોહિલ દ્વારા સબંધિત વિષય અંતર્ગત વક્તવ્ય આપવામાà

તા 29/10/2021 ના રોજ સરકારી વિનયન કોલેજ કપરાડા ખાતે ઉદિશા/પ્લેસમેન્ટ ફેર અંતર્ગત રીડિંગ સ્કીલ અને પોઝિટિવ એટીટ્યુડ અંગે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં મુખ્ય વક્તા તરીકે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મોટાપોંઢાના એસોસિયેટ પ્રોફેસર ડો.આશા ગોહિલ દ્વારા સબંધિત વિષય અંતર્ગત વક્તવ્ય આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે વિધાર્થીઓ વાંચન અંગે પ્રેરિત થાય તે માટે ડો. આશા ગોહિલ મેડમ દ્વારા વિધ્યાર્થીઓને વિવિધ પુસ્તકો ભેટ આપવામાં આવ્યા.

કાર્યક્રમમાં કુલ 127 જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉદીશા/પ્લેસમેન્ટફેર ના કોર્ડીનેટર અધ્યાપક શ્રી દિપકકુમાર વી. પટેલ, કો- કોર્ડીનેટર ડો. મેઘના ધારણે તથા સ્ટાફ મિત્રો ના સહયોગથી કોલેજના આચાર્યશ્રી ડો. ડી. એન. દેવરી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments