માં ઉપર એક સુંદર રચના
મને ઉછેરવામાં જેની જીંદગી ખર્ચાઈ ગઈ, મને ઉંઘાડવામાં જેની ઉંઘ હરાઈ ગઈ. મને ખવડાવવામાં પોતાની ભૂખ પણ ભૂલી ગઈ,એ''મા'' ની કિંમત મને હવે સમજાઈ ગઈ.જેને આખી રાત જાગી આપણા જીવતરને અજવાળ્યું છે, એ''મા'' ને આપણે ઘરડાઘરનો દરવાજો બતાવ્યો છે. દેખાદેખીનો તો એવો અજબ પ્રવાહ ચાલ્યો છે,માત્ર માતૃ દિવસે જ ''
મને ઉછેરવામાં જેની જીંદગી ખર્ચાઈ ગઈ,
મને ઉંઘાડવામાં જેની ઉંઘ હરાઈ ગઈ.
મને ખવડાવવામાં પોતાની ભૂખ પણ ભૂલી ગઈ,
એ''મા'' ની કિંમત મને હવે સમજાઈ ગઈ.
જેને આખી રાત જાગી
આપણા જીવતરને અજવાળ્યું છે,
એ''મા'' ને આપણે
ઘરડાઘરનો દરવાજો બતાવ્યો છે.
દેખાદેખીનો તો એવો અજબ પ્રવાહ ચાલ્યો છે,
માત્ર માતૃ દિવસે જ ''મા'' નો ફોટો
''સ્ટેટસ'' ઉપર ચડાવ્યો છે.
તું જીંદગી છે મારી, તારા વગર અસ્તિત્વ નથી માંરુ,
એક સુંદર સ્ત્રી ના મોહમાં કદિ તને નહીં નકારુ.
હે જનની..! વિશ્વાસ રાખજે તારા દિકરા પર,
જીંદગીમાં તારું સ્થાન કદિ કોઈને નહિં આપુ.
ઘણો વિસ્તૃત અર્થ છે ''મા'' શબ્દનો,
પણ લખવા ''ભીષ્મ'' સમર્થ નથી.
યમરાજ ભલે સ્વયં આવે તને લેવા,
મને છોડીને તુ ક્યાંય જતી નહિ,
તપોવની ભીષ્મ બ્રહ્મભટ્ટ
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com
Bhishma Brahmbhatt