અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલાનિયા ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ પૂ. બાપુની તસવીરને સુતરની આંટી ભાવાંજલી અર્પણ કરી. આ પ્રસંગે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલાનિયા ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ પૂ. બાપુની તસવીરને સુતરની આંટી ભાવાંજલી અર્પણ કરી. આ પ્રસંગે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલાનિયા ટ્રમ્પને ખેસ ઓઢાડી સ્વાગત કર્યું હતું.
આ મુલાકાત દરમ્યાન માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિશ્રીને ગાંધી આશ્રમ સંબંધિત જાણકારી આપી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલાનિયા ટ્રમ્પે ચરખો કાંત્યો હતો. માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિશ્રીને જાપાનના બૌદ્ધ સાધુએ પૂ.મહાત્મા ગાંધીજીને વર્ધામાં ૧૯૩૩માં ભેટમાં આપવામાં આવેલ ત્રણ વાંદરાની પ્રતિકૃતિ અર્પણ કરી હતી. આ મુલાકાત દરમ્યાન અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમની મુલાકાત પોથીમાં “”To My great friend Prime Minister Modi – Thank you for this wonderful visit’’ સંદેશની નોંધ કરી.
આ મુલાકાત દરમ્યાન ગાંધી આશ્રમ સંચાલિત વિનય મંદિર માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા પૂ.બાપુના પ્રિય ભજન ‘વૈષ્ણવ જનરે..’ અને ‘રઘુપતિ રાઘવ.’ નું ગાન કર્યું હતું.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.