25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

CM ઉદ્ધવ ઠાકરેના ઘરની નજીક એક ચાવાળાને કોરોના થયો, સમગ્ર "માતોશ્રી" સીલ કરવામાં આવ્યું...

સમગ્ર દેશભરમાં કોરોનાનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દેશમાં સૌથી વધારે કોરોના વાયરસ ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે. દિવસે ને દિવસે મહારાષ્ટ્રની સ્થિતિ કફોડી બનતી જાય છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી બહાર એક ચાની દુકાન વાડાનો કોરોના પો

સમગ્ર દેશભરમાં કોરોનાનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દેશમાં સૌથી વધારે કોરોના વાયરસ ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે. દિવસે ને દિવસે મહારાષ્ટ્રની સ્થિતિ કફોડી બનતી જાય છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી બહાર એક ચાની દુકાન વાડાનો કોરોના પોઝીટીવ આવતા સી.એમ નિવાસ તેમજ આસપાસના તમામ વિસ્તારો સીલ કરી દેવામાં આવ્યા છે. આ અગાઉ મુંબઈમાં બે ખાનગી હોસ્પિટલના 39 સ્ટાફનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા હાહાકાર મચી ગયો હતો.

BMC ના એક અધિકારીએ જણાવ્યા મુજબ સી.એમ ઉદ્ધવ ઠાકરેના ઘરની એકદમ નજીક ચા ની દુકાનવાળાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સાવચેતીના ભાગરૂપે માતોશ્રીને સીલ કરી દેવામાં આવ્યું છે. તેમજ તે સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરીને ડીસઇન્ફેક્ટ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આ ચાની દુકાન ધારકના ઘરમાં રહેતા બે વ્યક્તિના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યા હોવાનું જણાયું છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments