લોકડાઉનને લઈને સૌથી મોટા સમાચાર, PM મોદીએ કહ્યું "14મી એપ્રિલે લોકડાઉન હટાવવું અશક્ય"
દેશમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે, કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 14 એપ્રિલ સુધીનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, લોકડાઉનનું આ અંતિમ અઠવાડિયું ચાલી રહ્યું છે અને દિવસે ને દિવસે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.લોકડાઉન 14 એપ્રિલે પૂ
દેશમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે, કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 14 એપ્રિલ સુધીનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, લોકડાઉનનું આ અંતિમ અઠવાડિયું ચાલી રહ્યું છે અને દિવસે ને દિવસે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
લોકડાઉન 14 એપ્રિલે પૂર્ણ થતું હોઈ એ વાત પર સસ્પેન્સ યથાવત હતો કે, શું 14 એપ્રિલ બાદ પણ લોકડાઉન લંબાઈ શકે છે? જે સંદર્ભે ચર્ચા માટે આજે PM મોદીએ દિલ્હી ખાતે ઓલ પાર્ટી મીટનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં PM મોદીએ જણાવ્યું હતું કે, "આ મામલે કેન્દ્ર સરકાર તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓનો મત જાણશે પરંતુ આ તબક્કે લોકડાઉન હટાવી દેવું શક્ય નથી."
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com