25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રાજ્યમાં કોરોના વાયરસના નવા 25 કેસ પોઝીટીવ, સૌથી વધારે કેસ અમદાવાદમાં.

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે આજના દિવસમાં કોરોના વાયરસના વધુ પોઝીટીવ કેસો નોંધવામાં આવ્યા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી કોરોના વાયરસના સંક્રમિત કેસો વિશેની માહિતી આપી હતી.જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગઈ કાલ

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે આજના દિવસમાં કોરોના વાયરસના વધુ પોઝીટીવ કેસો નોંધવામાં આવ્યા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી કોરોના વાયરસના સંક્રમિત કેસો વિશેની માહિતી આપી હતી.

જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગઈ કાલ સાંજથી અત્યાર સુધી (12/04/2020 Till 10:50 Am) વધુ 25 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે, જેથી પોઝીટીવ કેસની સંખ્યા 493 પર પહોંચી ચુકી છે આજે નોંધાયેલા 25 કેસ માંથી અમદાવાદમાં 23, તેમજ આણંદમાં 2, કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ ગઈ કાલ સાંજ થી અત્યારસુધીમાં વધુ 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 23 પર પહોંચી ચુક્યો છે.

રાજ્યમાં વધુ 25 કેસ નોંધાતા કોરોના સંક્ર્મીતની સંખ્યા 493 થઇ ગઈ છે. જે પૈકી અમદાવાદમાં 266, સુરતમાં 28, રાજકોટમાં 18, વડોદરામાં 95, ગાંધીનગરમાં 15, ભાવનગરમાં 23, કચ્છ 4, મહેસાણા 2, ગીર સોમનાથ 2, પોરબંદરમાં 3, પંચમહાલ 1, છોટા ઉદેપુર 3, જામનગર 1, મોરબી 1, આણંદ 7, દાહોદ 1, સાબરકાંઠા 1, ભરૂચ 8 તેમજ પાટણમાં 14 કેસ પોઝીટીવ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2663 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 61 કેસ પોઝીટીવ, 2486 કેસ નેગેટીવ આવ્યા છે અને 116 રીપોર્ટ પેન્ડીંગ છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments