25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કોરોના કહેર વચ્ચે ભાજપના કોર્પોરેટર અર્ધનગ્ન થયા, અધિકારીઓને પણ બોલ્યા ગાળો...

સમગ્ર રાજ્યમાં અત્યારે કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે તેની સૌથી વધારે અસર અમદાવાદ અને વડોદરામાં જોવા મળી રહી છે. આ બંને શહેરોમાં તંત્ર દ્વારા શક્ય તેટલા તમામ પ્રયત્નો કરી રહ્યું છે. પરંતુ વાત જયારે સંસ્કારી નગરી વડોદરાની કરવામાં આવે ત્યારે વડોદરામાં ભાજપના કોર્પોરેટરે જ તંત્

સમગ્ર રાજ્યમાં અત્યારે કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે તેની સૌથી વધારે અસર અમદાવાદ અને વડોદરામાં જોવા મળી રહી છે. આ બંને શહેરોમાં તંત્ર દ્વારા શક્ય તેટલા તમામ પ્રયત્નો કરી રહ્યું છે. પરંતુ વાત જયારે સંસ્કારી નગરી વડોદરાની કરવામાં આવે ત્યારે વડોદરામાં ભાજપના કોર્પોરેટરે જ તંત્રની કામગીરી પર લાંછન લાગે તેવું કૃત્ય કર્યું છે. વડોદરામાં કોરોના કહેર વચ્ચે રાજનીતિ જોવા મળી છે. પોતાના વિસ્તારમાં સેનીટાઈઝેશનની કામગીરી બરાબર મ થતી હોવાના આક્ષેપ સાથે વડોદરાના વોર્ડ નં. 4 ના કોર્પોરેટર કલ્પેશ પટેલ માંજલપુરની ઓફિસમાં જઈને અધિકારીઓને બે ફામ ગાળો બોળી હતી અને પોતાનો લેંઘો ઉતારી અર્ધ નગ્ન અવસ્થામાં વિરોધ કર્યો હતો.

વડોદરામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે વિવાદ થયો હતો. વડોદરાના વોર્ડ નં. 4 ના કોંગ્રેસના કોર્પોરેટર ચિરાગ ઝવેરી અને ભાજપના કોર્પોરેટર કલ્પેશ વચ્ચે પોતાના વોર્ડમાં સેનીટાઇઝેશનની કામગીરીને લઈને વિવાદ થયો હતો. તેમજ બંને કોર્પોરેટરે ભેગા મળી માંજલપુરની ઓફિસને માથે લીધી હતી.

ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે પોતાની મર્સિડીઝ ગાડી માંજલપુર ઓફીસના ગેટની વચ્ચે ઉભી રાખી પોતાનો લેંઘો કાઢી જાહેરમાં જ રોડ પર ઉભા રહી ગયા હતા. તેમજ અધિકારીઓ સાથે ગાળાગાળી પણ કરી હતી. કલ્પેશ પટેલ હોમકોરોન્ટાઈન નો ભંગ કરી માંજલપુર ઓફિસે પહોચ્યા હતા.

આ સમગ્ર મુદ્દે કલ્પેશ પટેલે જણાવ્યું હતુ કે, મેં કપડા ઉતાર્યા ન હતા, મારો લેંઘો ફાટી ગયો હતો. ઉલ્લેખનીય છે કે તે વિસ્તારના ધારાસભ્ય ભાજપના જ યોગેશ પટેલ છે.ક્યાંકને ક્યાંક ભાજપને જ ભાજપના કોર્પોરેટર દ્વારા મદદ ન મળી રહી હોવાનો ચિતાર સામે આવ્યો છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments