25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રાજ્યમાં કોરોના વાયરસના વધુ 105 કેસ પોઝીટીવ, સૌથી વધારે અમદાવાદમાં 492 કેસ...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોના વાયરસના વધુ કેટલાક પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જેની માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.જયંતી રવીએ જણાવ્યું હતું કે, ગઈ કાલ સાંજથી અત્યારસુધી (16/04/2

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોના વાયરસના વધુ કેટલાક પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જેની માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.

જયંતી રવીએ જણાવ્યું હતું કે, ગઈ કાલ સાંજથી અત્યારસુધી (16/04/2020 Till 10:50 Am) વધુ 105 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે. જે પૈકી, અમદાવાદમાં 42, સુરતમાં 35, વડોદરામાં 6, આણંદમાં 8, રાજકોટમાં 3, બનાસકાંઠામાં 4, નર્મદામાં 4 તેમજ ગાંધીનગર, ખેડા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ વધુ 3 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં મૃત્યુઆંક 36 પર પહોંચી ચુક્યો છે.

રાજ્યમાં વધુ 105 પોઝીટીવ કેસ સામે આવતા સંક્ર્મીતોની સંખ્યા 871 પર પહોંચી ચુકી છે. જે પૈકી 767 સ્ટેબલ, તેમજ 5 લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 64 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2971 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 176 કેસ પોઝીટીવ સામે આવ્યા છે. તેમજ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 20204 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોના સંક્ર્મીતોની સંખ્યા 871 પર પહોંચી ચુકી છે જે પૈકી, અમદાવાદમાં492, સુરતમાં 86, વડોદરામાં 127, રાજકોટમાં 27, ગાંધીનગરમાં 17, ભાવનગરમાં 26, કચ્છમાં 4, મહેસાણામાં 4, ગીર સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પંચમહાલમાં 6, પાટણમાં 14,છોટા ઉદેપુરમાં 5, જામનગરમાં 1, મોરબીમાં 1, સાબરકાંઠામાં 1, આણંદમાં 25, દાહોદમાં 2, નર્મદામાં 6, બનાસકાંઠામાં 6, ખેડામાં 2, ભરૂચમાં 13, તેમજ બોટાદમાં 1 કેસ પોઝીટીવ આવ્યો છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments