25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

જમ્મુ કાશ્મીરના સોપારમાં આતંકવાદી હુમલામાં ગુજરાતના CRPFના જવાન શહીદ...

જમ્મુ કાશ્મીરના બારામુલા જીલ્લાના સોપારમાં એક મોટો આતંકી હુમલો થયો છે. જેમાં CRPF ના ત્રણ જવાન શહીદ થયા છે, તે ઉપરાંત બે સુરક્ષાકર્મી પણ ઘાયલ થયા છે. આતંકવાદીઓએ સોપારમાં CRPF અને પોલીસની જોઈન્ટ ચોકી પર હુમલો કર્યો છે. આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા એ આ હુમલાની જવાબદારી લીધી છે.આતંકી હુમલામાં શહીદ

Sejpalsinh Parmar, CRPF, CRPF Sejpalsinh
જમ્મુ કાશ્મીરના બારામુલા જીલ્લાના સોપારમાં એક મોટો આતંકી હુમલો થયો છે. જેમાં CRPF ના ત્રણ જવાન શહીદ થયા છે, તે ઉપરાંત બે સુરક્ષાકર્મી પણ ઘાયલ થયા છે. આતંકવાદીઓએ સોપારમાં CRPF અને પોલીસની જોઈન્ટ ચોકી પર હુમલો કર્યો છે. આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા એ આ હુમલાની જવાબદારી લીધી છે.

આતંકી હુમલામાં શહીદ થનાર CRPF ના ત્રણ જવાનો માંથી 1.રાજીવ શર્મા (ઉ.42) જે બિહારના જીલ્લાના રહેવાશી હતા. 2.સી.બી.ભકારે (ઉ.38) જે મહારાષ્ટ્રના બલધાણા જીલ્લાના રહેવાસી હતા અને પરમાર સત્યપાલસિંહ (ઉ.૨૮) જે ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના રહેવાસી હતા.

Sejpalsinh Parmar, CRPF, CRPF Sejpalsinh

આ અગાઉ શુક્રવારે આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના પુલવામાં જીલ્લાના નેવામાં સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો અને CRPF તેમજ પોલીસના સંયુક્ત કેમ્પને નિશાન બનાવ્યું હતું. શુક્રવારે થયેલા આતંકી હુમલામાં CRPFનો એક જવાન ઘાયલ થયો હતો, જેના પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ ઘાયલ જવાનને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલા પછી સુરક્ષા દળો દ્વારા તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જો કે આતંકીઓ ભાગી જવામાં સફળ થયા હતા.

Sejpalsinh Parmar, CRPF, CRPF Sejpalsinh

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે આપણા જાંબાઝ જવાનો કોરોનાની સાથે સાથે આતંકીઓ સાથે પણ લડી રહ્યા છે. તેમજ આતંકીઓ પોતાની નાપાક કરતૂતો કરવામાંથી ઊંચા આવતા નથી. ત્યારે CRPF ના વધુ ત્રણ જવાનો દેશની સુરક્ષા કાજે શહીદ થયા છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments