મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રી અને NCPના સીનીયર નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ.
સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસો સતત વધી જ રહ્યા છે અને સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ કેબિનેટ મંત્રીના ઘર સુધી પણ પહોંચી ચુક્યો છે.મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી જીતેન્
સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસો સતત વધી જ રહ્યા છે અને સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ કેબિનેટ મંત્રીના ઘર સુધી પણ પહોંચી ચુક્યો છે.
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી જીતેન્દ્ર અવહાડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકમ્પ મચી ચુક્યો છે. જીતેન્દ્ર અવહાડ મહારાષ્ટ્રમાં આવાસ મંત્રી છે તેમજ તે NCP ના સિનિયર નેતા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી જીતેન્દ્ર અવહાડના સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હવે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
આ અગાઉ ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂકેલ છે. ત્યારે હવે મહારાષ્ટ્રના આવાસ મંત્રી જીતેન્દ્ર અવહાડનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com