25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રાનુ મંડલ બાદ હવે વાયરલ થઇ રહ્યા છે સની બાબા, અંગ્રેજીમાં ગાય છે અને ભીખ માંગે છે

આજકાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ઘણો ફરી રહ્યો છે, વિડીયો પટણાના એક ભિખારીનો છે. વંદન જયરાજને બે મિનીટ ૨૦ સેકન્ડનો આ વિડીયો શેર કર્યો છે. અન્ય લોકો પણ ટ્વીટ, રીટ્વીટ અને શેર કરી રહ્યા છે. વિડીયોમાં ચાદર ઓઢેલો વ્યક્તિ અંગ્રેજીમાં વાત કરતો જોવા મળે છે. અંગ્રેજી ગીત ગાય છે. હવે તેવામાં સોશિ

આજકાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ઘણો ફરી રહ્યો છે, વિડીયો પટણાના એક ભિખારીનો છે. વંદન જયરાજને બે મિનીટ ૨૦ સેકન્ડનો આ વિડીયો શેર કર્યો છે. અન્ય લોકો પણ ટ્વીટ, રીટ્વીટ અને શેર કરી રહ્યા છે. વિડીયોમાં ચાદર ઓઢેલો વ્યક્તિ અંગ્રેજીમાં વાત કરતો જોવા મળે છે. અંગ્રેજી ગીત ગાય છે. હવે તેવામાં સોશિયલ મીડિયા કેમ કઈ ચર્ચા ના કરે.

વિડીયો શૂટ કરનાર વ્યક્તિ પૂછે છે- So what do you do for your day to day life? એટલે કે તમારું ગુજરાન ચલાવવા માટે શું કરો છો? સની બાબા જવાબ આપે છે- I beg (હું ભીખ માંગુ છું.) ત્યારબાદ વ્યક્તિ પૂછે છે કે તમે લાંચ અને ડીનરમાં શું ખાઓ છો. સની બાબા કહે છે- Whatever the almighty gives me, I am happy with that (જે પણ ભગવાન મને આપે છે, હું એટલામાં ખુશ છું.) વધુમાં તેઓ જણાવે છે કે તેઓ સિંગર અને ડાન્સર છે. તેમનું નામ સની બાબા હોવાનું જણાવે છે. તેની સાથે જ તેઓ કહે છે કે તેમને નવા ગીતો નથી આવડતા. એટલે ૬૦ ના દસકાના ફેમસ સિંગર જીમ રીવ્સ Jim Reeves નું એક ગીત સંભળાવે છે. He'll Have to Go.

ભિખારીનું ઈંગ્લીશ સવાલ પૂછનાર કરતા પણ સારું છે. સારા અંગ્રેજી માટે તેઓ ભિખારી જોડેથ ક્લાસ પણ લઇ શકે છે. સોશિયલ મીડિયા યુઝર સની બાબાની અમેરિકન એક્સેન્ટ સાથેનું અંગ્રેજી સાંભળીને ચોંકી ઉઠ્યા છે. તેમજ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર કહે છે કે સની બાબા ઈન્ટરવ્યું લેનારાઓ કરતા પણ સારું અંગ્રેજી બોલે છે તો કેટલાક કહી રહ્યા છે કે લોકોએ બાબાની મદદ માટે આગળ આવવું જોઈએ. કેટલાકનું કહેવું છે કે તેમની ભીખ માંગવા પાછળની કોઈ કહાની હશે, વાત જે પણ હોય, તેઓ ઘણું સારું ગાય છે. કેટલાક યુઝર કહે છે કે એવું લાગી રહ્યું છે કે સની બાબા કેરેબિયન કે આફ્રિકન છે.















આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments