25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો મહત્વપૂર્ણ નિર્ણય, આર્થિક જરૂરિયાતમંદ વકીલોને આર્થિક સહાય...

હાલ સમગ્ર ગુજરાત કોરોના મહામારીની ચપેટમાં છે. અને લોકડાઉનને કારણે ગુજરાતના વકીલોને પણ મોટો ફટકો પડ્યો છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલો માટે એક મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉનને કારણે આર્થિક જરૂરિયાતમંદ વકીલોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પાંચ હજાર રૂપિ

હાલ સમગ્ર ગુજરાત કોરોના મહામારીની ચપેટમાં છે. અને લોકડાઉનને કારણે ગુજરાતના વકીલોને પણ મોટો ફટકો પડ્યો છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલો માટે એક મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉનને કારણે આર્થિક જરૂરિયાતમંદ વકીલોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે.

કોરોના વાયરસને કારણે ઉદ્યોગ-રોજગાર ઠપ્પ છે. તેવામાં ગુજરાતનાં વકીલોની હાલત પણ કફોડી છે. ત્યારે સંકટના આ સમયમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તેવાં વકીલો માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત મદદ માટે આગળ આવ્યું છે. આર્થિક જરૂરિયાતમંદ વકીલોનાં ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા કરાવવાનો નિર્ણય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાતનાં અંદાજે 8500 વકીલોનાં ખાતામાં આ રકમ જમા કરાવવામાં આવશે.

તો બીજી બાજુ ગુનાના આરોપીઓને કોર્ટમાં જજ સમક્ષ રજૂ કરતાં પહેલાં તેઓનો કોરોના ટેસ્ટ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ એક પરિપત્ર કરી આરોપીને કોર્ટમાં રજૂ કરતા પહેલા તેનો કોરોના ટેસ્ટ અને તેની પ્રકિયા કરવા સૂચના આપી છે. આરોપીને પોલીસ સ્ટેશનમાં જામીન આપી ન શકાય અને કોર્ટમાં જજ સમક્ષ રજુ કરવાનો હોય તો તેનો કોરોના પોઝિટિવનો ટેસ્ટ કરાવવાનો રહેશે. કાયદેસરની ધરપકડ કરતાં પહેલા મેડીકલ ઓફિસરને જાણ કરી તેના પરિવારને પણ જાણ કરવાની રહેશે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments