25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પ્રધાનમંત્રી અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ વચ્ચે ટેલીફોન પર ચર્ચા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન સાથે ટેલીફોન પર વાર્તાલાપ દરમિયાન તેમને અને યુએઇના લોકોને ઇદ-ઉલ-ફિત્રની શુભેચ્છા આપી હતી.બંને મહાનુભવોએ કોવિડ-19 મહામારીની પરિસ્થિતિ દરમિયાન બંને દેશો વચ્ચે અસરકારક સહકાર બાબતે સ

abu dhabi, narendra modi, telephonic, india, covid-19, health
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન સાથે ટેલીફોન પર વાર્તાલાપ દરમિયાન તેમને અને યુએઇના લોકોને ઇદ-ઉલ-ફિત્રની શુભેચ્છા આપી હતી.

બંને મહાનુભવોએ કોવિડ-19 મહામારીની પરિસ્થિતિ દરમિયાન બંને દેશો વચ્ચે અસરકારક સહકાર બાબતે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ યુએઇમાં વસતા ભારતીયોને આપવામાં આવેલા સહકાર બદલ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો.

 પ્રધાનમંત્રીએ ક્રાઉન પ્રિન્સ, શાહી પરિવાર અને યુએઇના લોકોનું આરોગ્ય ખૂબ સારું રહે અને સુખાકારી જળવાઇ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments