25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પાન મસાલાની દુકાને જનારા માટે ચેતવણીરૂપ સમાચાર, સુરતમાં પાન મસાલાના વેપારી બની શકે છે સુપર સ્પ્રેડર...

સમગ્ર રાજ્યમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે તો બીજી તરફ સરકાર દ્વારા પાન મસાલાના વેચાણ પર છૂટ આપવામાં આવી છે. જેને લઈને પાન મસાલાના વેપારીઓ સુપર સ્પ્રેડર બનવાની પુરી સંભાવના વર્તાઈ રહી છે. આ અગાઉ અમદાવાદમાં 700 સુપર સ્પ્રેડરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તંત્ર હરક

સમગ્ર રાજ્યમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે તો બીજી તરફ સરકાર દ્વારા પાન મસાલાના વેચાણ પર છૂટ આપવામાં આવી છે. જેને લઈને પાન મસાલાના વેપારીઓ સુપર સ્પ્રેડર બનવાની પુરી સંભાવના વર્તાઈ રહી છે. આ અગાઉ અમદાવાદમાં 700 સુપર સ્પ્રેડરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તંત્ર હરકતમાં આવી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે લોકડાઉન 4.0 માં સરકાર દ્વારા પાન મસાલાની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે ત્યારે સુરતમાં પાન-મસાલા ગલ્લાના વેપારી સુપર સ્પ્રેડર બની શકે છે.કોરોનાના કારણે લૉકડાઉન 4.0 ચાલી રહ્યું છે. કોરોનાના કેસ હજુ પણ ન ઘટતા ગુજરાતની ચિંતા સતત વધતી જઈ રહી છે. તેવામાં ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હોટસ્પોર્ટ બની ચૂકેલા અમદાવાદની બની ગઈ છે. ત્યારબાદ સુરતમાં પણ કોરોના કેસો 1000ને પાર થઇ ચૂક્યા છે. લૉકડાઉન 4.0માં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેથી હવે સુપર સ્પ્રેડરોએ તંત્રની અને સરકારની ઉંઘ હરામ કરી નાખી છે.

સુરતમાં પાન-મસાલો લેવા ગયેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ગલ્લાના વેપારી બની શકે સુપર સ્પ્રેડર. આ અગાઉ અમદાવાદમાં પણ 700 સુપર સ્પ્રેડરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલા છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments