૩૦મી તારીખથી ત્રણેક દિવસ રાજયના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડવાની શકયતા
અરબી સમુદ્રમાં બંધાઇ રહેલા વરસાદી વાદળોની અસર હેઠળ આ શનિવારને ૩૦મી તારીખથી ત્રણેક દિવસ રાજયના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય તોફાની પવન ફુંકાવાની સાથે ચોમાસાના આગમનની છડી પોકારતા ઝાપટા પડવાની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ૩૦મી તારીખથી પહેલી જુન દરમિયાન રાજયના વલસ
અરબી સમુદ્રમાં બંધાઇ રહેલા વરસાદી વાદળોની અસર હેઠળ આ શનિવારને ૩૦મી તારીખથી ત્રણેક દિવસ રાજયના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય તોફાની પવન ફુંકાવાની સાથે ચોમાસાના આગમનની છડી પોકારતા ઝાપટા પડવાની શકયતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ૩૦મી તારીખથી પહેલી જુન દરમિયાન રાજયના વલસાડ, સુરત, ભરૂચ, ભાવનગર, ગીર-સોમનાથ, જુનાગઢ અને પોરબંદર જીલ્લા સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં કલાકના ૩૦ થી ૩પ કિલોમીટરની ઝપડે પવન ફુંકાવાની અને હળવા ઝાપટા પડવાની શકયતા છે. પવનની આ ઝપડ થોડો સમય વધીને કલાકના ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com