25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

દેવામાફી, પાકવિમો, ડીઝલમાં સબસિડી બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ CM રૂપાણીને પત્ર લખ્યો...

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના કહેર ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ કિસાન ચેરમેન પાલ આંબલિયાએ CM રૂપાણીને પત્ર લખી વિવિધ માંગણીઓ કરી છે.પાલ આંબલિયાએ પત્રમાં જણાવ્યું છે કે સરકારની ખેડૂત વિરોધી નિતી રીતિના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે તેમજ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી પત્રમાં મ

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના કહેર ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ કિસાન ચેરમેન પાલ આંબલિયાએ CM રૂપાણીને પત્ર લખી વિવિધ માંગણીઓ કરી છે.

પાલ આંબલિયાએ પત્રમાં જણાવ્યું છે કે સરકારની ખેડૂત વિરોધી નિતી રીતિના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે તેમજ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી પત્રમાં માંગ કરાઈ છે.

વધુમાં ચાલુ વર્ષનો 100% પાકવિમો ખેડૂતોને આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે, પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે સરકાર પાંખડી જેટલું આપી ફૂલ જેવડી જાહેરાત કરે છે. તેમજ જણાવ્યું છે કે દરેક યોજનામાં ખેડૂત નામ માત્રનો રહી જાય છે મલાઈ વચેટીયાઓ, મળતીયાઓ ખાઈ જાય છે.

ખેડૂતની પડતર કિંમત દિવસે દિવસે વધે છે ને ભાવો ઘટતા જાય છે, ડીઝલમાં સાગર ખેડૂતની જેમ જમીન ખેડતા ખેડૂતોને સબસીડી આપવામાં આવે આ માંગણીઓ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ CM રૂપાણીને પત્ર લખી કરી છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments