25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ચાઇનીઝ પ્રોડક્ટની આયાત અને વેચાણ રોકવા માટે યુવા સેના ગુજરાત પ્રદેશએ અમદાવાદ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું...

સમગ્ર દેશમાં એક તરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ભારતની બંને બોર્ડરે વિવાદ ચાલી રહ્યો છે, પાકિસ્તાન દ્વારા અવાર નવાર સીમા પર ફાઈરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ લદાખમાં ચીનની અવળચંડાઈ સામે આવી છે જેને લઈને સમગ્ર દેશભરમાં ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામ

સમગ્ર દેશમાં એક તરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ભારતની બંને બોર્ડરે વિવાદ ચાલી રહ્યો છે, પાકિસ્તાન દ્વારા અવાર નવાર સીમા પર ફાઈરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ લદાખમાં ચીનની અવળચંડાઈ સામે આવી છે જેને લઈને સમગ્ર દેશભરમાં ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.


 

ભારત-ચીન સીમા વિવાદ બાદ ભારત સરકાર દ્વારા ચીનની 59 મોબાઈલ એપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, સમગ્ર દેશભરમાંથી સરકારના આ પગલાને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ચાઈનાની આઈટમનો બોયકોટ થાય તે માટે યુવા સેના ગુજરાત પ્રદેશના આગેવાન દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાથે જ દેશભરમાં ચાઈનીઝ વસ્તુની આયાત નિકાસ રોકવા માંગ કરવામાં આવી રહી છે.

 

આ સાથે જ યુવાસેનાએ જિલ્લા કલેકટર પાસે માંગણી કરી છે કે ચાઇનીઝ પ્રોડક્ટ વેચનાર વેપારીઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવાની માંગણી કરી છે, તેમજ ચાઇનીઝ પ્રોડક્ટનું વેચાણ બંધ કરાવવા જિલ્લા લેવલથી ટાસ્ક ફોર્સની રચના કરવાની પણ માંગણી કરવામાં આવી છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments