25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

PM મોદીએ યોજી આ બેઠક...તો શું સરહદે કંઈક નવા જૂની થશે?

ચીન સાથેના સરહદી તણાવ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામથાન કોવિંદની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની આ મુલાકાત અડધો કલાક જેટલી લાંબી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને વચ્ચેની મુલાકાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના અનેક મુદ્દાઓ પર ચર્ચા

ચીન સાથેના સરહદી તણાવ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામથાન કોવિંદની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની આ મુલાકાત અડધો કલાક જેટલી લાંબી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને વચ્ચેની મુલાકાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. અચાનક ચીન સરહદની મુલાકાત લીધા બાદ પીએમ મોદીનું રાષ્ટ્રપતિને મળવું મોટા સંકેત માનવામાં આવે છે. જાહેર છે કે, ભારતની ત્રણેય સેનાના સુપ્રીમ કમાંડર રાષ્ટ્રપતિ હોય છે. છેલ્લા કેટલાક સમયથી સરહદે ભારતે સૈનિકોનો જમાવડો કર્યો છે. આ ઉપરાંત યુદ્ધ વિમાનો, અટેક હેલિકોપ્ટર, મિસાઈલ ડિફેંટ સિસ્ટમ, દારૂ ગોળો સહિતની સામગ્રી પણ પહોંચાડી દીધી છે. તેવામાં પીએમ મોદીની અચાનક ચીન સરહદની મુલાકાત અને ત્યાર બાદ અચાનક રાષ્ટ્રપતિ સાથીની પીએમની મુલાકાતથી એનક તર્ક-વિતર્ક વહેતા થયા છે.


ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પણ મહત્વપૂર્ણ ટ્વિટ કર્યા છે. તેમણે લખ્યું છે કે, ભારત ઈતિહાસના અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આપણે એક સાથે અનેક આંતરીક અને બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યાં છીએ. પરંતુ ભારત સામે જે પડકારો ઉભા કરવામાં આવી રહ્યાં છે તેનો સામનો કરવો એ આપણો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત શુક્રવારે અચાનક જ ચીનને અડીને આવેલી સરહદ કે જ્યાં હાલ બંને દેશો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે તેવા લેહની મુલાકાતે પહોંચી ગયા હતાં. અહીં નીમૂમાં વડાપ્રધાન મોદીએ સેના, એરફોર્સ અને ITBP ના જવાનો સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશ પણ આપી દીધો હતો. પીપલ્સ લિબરેશન આર્પીને ઈશારામાં જ જણાવી દીધું હતું કે ભારત સરકાર કોઈ પણ સ્થિતિમાં પોતાના સૈનિકોની પડખે ઉભી છે. પીએમ મોદીએ પહેલા સૈન્ય પાસેથી વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો, ત્યાર બાદ તેમણે ફ્રંટલાઈન પર તૈનાત જવાનો સાથે વાતચીત કરી હતી.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વચ્ચેની આ મુલાકાત 30 મીનીટ જેટલી લાંબી ચાલી હતી. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જેવા મહત્વના મુદ્દાઓ પર વાતચીત થઈ હતી.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments