25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પાવાગઢ મહાકાલી મંદિરના દ્વાર ખુલ્યા : લોકડાઉન બાદ પ્રથમ વખત દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું

કોરોનાની મહામારીને લઈને દેશ સહિત રાજ્યમાં કરવામાં આવેલા લોકડાઉનમાં રાજ્યના તમામ મંદિર સહિત પ્રવાસન સ્થળો પણ બંધ કરવામાં આવ્યા હતા, જેમાં પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ મહાકાલી માતાજીનું મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું, સરકાર દ્વા

પાવાગઢ , મહાકાલી મંદિર, pavagadh

કોરોનાની મહામારીને લઈને દેશ સહિત રાજ્યમાં કરવામાં આવેલા લોકડાઉનમાં રાજ્યના તમામ મંદિર સહિત પ્રવાસન સ્થળો પણ બંધ કરવામાં આવ્યા હતા, જેમાં પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ મહાકાલી માતાજીનું મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું, સરકાર દ્વારા અનલોક 1 અને 2 ની જાહેરાત બાદ પણ નિજ મંદિર સુધી જવા માટેના પગથિયાનું સમારકામ ચાલતું હોય માઇભક્તોની સુરક્ષાને ધ્યાને લઈને મંદિરને મોડું ખોલવામાં આવ્યું હતું. 


પાવાગઢ , મહાકાલી મંદિર, pavagadh


હવે જ્યારે માતાજીના દર્શન માટે મંદિરને ખુલ્લું મુકવામાં આવ્યું છે ત્યારે અહીં આવતા દર્શનાર્થીઓ માટે પણ મંદિર પ્રશાસન દ્વારા કોવિડ 19 ની ગાઈડલાઈન પ્રમાણે બનાવેલા નિયમોને અનુસરીને જ માં ના દર્શનનો લાભ મેળવી શકાશે.મંદિર સવારે 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવનાર છે. 
 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments