25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રાજ્ય સરકારે અનલોક 3 ની ગાઈડલાઈન જાહેર કરી...જાણો કેન્દ્રની ગાઈડલાઈન થી કેટલી અલગ?

મુખ્યમંત્રી ના અધ્યક્ષ સ્થાને અને  નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ માં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક માં  અનલૉક 3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સ ના  અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ  નિર્ણયો લેવામાં આવ્યા છે.આ બેઠક માં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રી એ રાજ્યમાં 1 ઓગ

મુખ્યમંત્રી ના અધ્યક્ષ સ્થાને અને  નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ માં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક માં  અનલૉક 3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સ ના  અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ  નિર્ણયો લેવામાં આવ્યા છે.

આ બેઠક માં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રી એ રાજ્યમાં 1 ઓગસ્ટ થી રાત્રી ક્રફ્યુમાંથી  સંપૂર્ણ પણે  મુક્તિ આપવાની જાહેરાત કરી છે, તેમજ રાજ્ય માં દુકાનો  8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ  રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.કેન્દ્ર સરકાર ની માર્ગદર્શિકા અને એસ ઓ પી  મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટ થી ખોલી શકાશે.

આ સિવાય ની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકાર ની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સ ને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠક માં નિર્ધારિત કરવા માં આવ્યું હતું

આ બેઠક માં મંત્રી કૌશિક પટેલ, સૌરભ પટેલ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા  મુખ્ય સચિવ અનિલ મુકીમ ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ મુખ્ય મંત્રીના અગ્ર સચિવ મનોજ કુમાર દાસ વગેરે જોડાયા હતા.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments