25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગરીબ વિદ્યાર્થિનીઓની ફી ભરવાનું નિશિતાનું અનોખું અભિયાનઃ આ વર્ષે 10000 વિદ્યાર્થિનીની ફી ભરશે

બેટી પઢાવોબેટીબચાવો,  સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવા માટે વડોદરાની નિશિતા રાજપૂત 17 વર્ષની વયથી ગરીબ અને મધ્યમવર્ગની વિદ્યાર્થિનીઓની ફી ભરવાનું અનોખું અભિયાન ચલાવી રહી છે. આ વર્ષે તેનો લક્ષ્યાંક સૌથી વધુ રૂ.એક કરોડ ફી ભરવાનો છે.નિશિતા રાજપૂતનું સેવાકાર્ય 15મા વર્ષમાં પ્રવેશ્યું છે

ગરીબ વિદ્યાર્થિનીઓની ફી ભરવાનું નિશિતાનું અનોખું અભિયાનઃ આ વર્ષે 10000 વિદ્યાર્થિનીની ફી ભરશે, betibacavo beti padhavo

બેટી પઢાવોબેટીબચાવો,  સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવા માટે વડોદરાની નિશિતા રાજપૂત 17 વર્ષની વયથી ગરીબ અને મધ્યમવર્ગની વિદ્યાર્થિનીઓની ફી ભરવાનું અનોખું અભિયાન ચલાવી રહી છે. આ વર્ષે તેનો લક્ષ્યાંક સૌથી વધુ રૂ.એક કરોડ ફી ભરવાનો છે.

ગરીબ વિદ્યાર્થિનીઓની ફી ભરવાનું નિશિતાનું અનોખું અભિયાનઃ આ વર્ષે 10000 વિદ્યાર્થિનીની ફી ભરશે, betibacavo beti padhavo
નિશિતા રાજપૂતનું સેવાકાર્ય 15મા વર્ષમાં પ્રવેશ્યું છે. આ વર્ષની સેવાની શરૂઆત તેણે કમાટીબાગ ખાતે 51 વિદ્યાર્થિનીઓને સ્કૂલ બેગ અને ચેક આપીને કરી હતી. નિશિતાએ કહ્યું હતું કે,કોઇ પણ દીકરી ફી વગર ના ભણે તે ના ચાલે. અત્યાર સુધીમાં મેં 47000 વિદ્યાર્થિનીઓની કુલ રૂ. 5.34 કરોડ ફી ભરી છે. આ વખતે મારૂં લક્ષ્યાંક 10000 વિદ્યાર્થિનીઓની રૂ.એક કરોડ ફી ભરવાનું છે.

હું માત્ર દાતાઓ અને વિદ્યાર્થિની વચ્ચે સેતુ છું.દાતા પાસે વિદ્યાર્થિની અને સ્કૂલના નામનો ચેક લઇ જમા કરાવું છું. ધોરણ-5 થી માંડીને કોલેજ સુધીની વિદ્યાર્થિનીઓને ફી માટે મદદ મળી રહી છે.નોંધનીય છે કે,બેટી પઢાવો અભિયાન બદલ નિશિતાને અત્યાર સુધીમાં 72 એવોર્ડ મળ્યા છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments