ફક્ત પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન, દર્દીઓને નિ:શુલ્ક જમવાની વ્યવસ્થા
જામનગરમાં શ્રી ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા જરૂરિયાતમંદ લોકોને બે ટકનું ભોજન કરાવે છે. રોજનાં 1000થી વધુ લોકોને ભોજન કરાવે છે. ટોકનનાં ફક્ત પાંચ રૂપિયા લે છે. તેમજ દર્દીઓને મફ્ત ભોજન આપવામાં આવે છે. લોકો સામેથી આવીને દાન આપી જાય છે.જામનગર: જામનગરમાં એક સંસ્થા છે, જ
જામનગરમાં શ્રી ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા જરૂરિયાતમંદ લોકોને બે ટકનું ભોજન કરાવે છે. રોજનાં 1000થી વધુ લોકોને ભોજન કરાવે છે. ટોકનનાં ફક્ત પાંચ રૂપિયા લે છે. તેમજ દર્દીઓને મફ્ત ભોજન આપવામાં આવે છે. લોકો સામેથી આવીને દાન આપી જાય છે.

જામનગર શહેરમાં વસતા મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતું ભોજન કરે છે. એટલું જ નહીં શહેરમાં અનેક નિરાધાર, વિધવા કે ગરીબ લોકો છે, જેઓને બે ટકનું ભોજન મળતું નથી, આવા 200થી વધુ લોકોને ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટના લોકો ઘરે જઈને બપોર અને સાંજનું જમવાનું આપવા જાય છે.
દાતાઓ સામે ચાલીને ટ્રસ્ટની ઓફિસે 500 રૂપિયાથી લઈને 50 હજારનું દાન આપી જાય છે. જયારે લોકલની ટીમ આ ટ્રસ્ટની મુલાકાત લેવા પહોંચી ત્યારે જ એક મોટી ઉંમરના દાદા દાન કરવા આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે, અમેરિકા રહેતી દીકરીના દીકરીનો જન્મદિવસ હોવાથી મે 25 હજારનું દાન કર્યું છે. હું અવાર નવાર અહીં દાન કરવા આવતો રહુ છું. આ સંસ્થા ખુબ જ સારુ કામ કરી રહી છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com