પંચમહાલ જિલ્લામાં કોરોનાના વધુ ૪૦ પોઝિટિવ કેસ નોંધાયા
પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૪૦ કેસ નોંધાયા છે.જયારે ૧૫ દર્દીઓને સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૩૫૧ થઈ છે જયારે કુલ કેસનો આંક ૯૬૩ થયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫૫૩ વ્યક્તિઓ કોરોનાને માત આપી છે.જિલ્લાના ૨૬ વિસ્તારોમાં વીતેલા
પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૪૦ કેસ નોંધાયા છે.જયારે ૧૫ દર્દીઓને સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૩૫૧ થઈ છે જયારે કુલ કેસનો આંક ૯૬૩ થયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫૫૩ વ્યક્તિઓ કોરોનાને માત આપી છે.જિલ્લાના ૨૬ વિસ્તારોમાં વીતેલા ૨૮ દિવસ દરમિયાન એક પણ પોઝિટિવ કેસ નહિં મળી આવતાં કલકેટરે આ ૨૬ વિસ્તારોને ક્લસ્ટર મુક્ત જાહેર કર્યા છે.
નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૩૨ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૮ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૨૫, હાલોલમાંથી ૦૬ અને શહેરામાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૭૫૭ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કાલોલ ગ્રામ્યમાંથી ૦૨ કેસ અને મોરવા ગ્રામ્યમાંથી ૦૧ કેસ, શહેરા ગ્રામમાંથી ૧ કેસ, હાલોલ ગ્રામ્ય માંથી ૧ કેસ અને ગોધરા ગ્રામ્યમાંથી ૩ કેસ મળી આવ્યા છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૨૦૬ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com