ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોરધન ઝડફિયાને ઉડાવી દેવા કોણે સોપારી આપી હતી?? જાણો ATS નું સમગ્ર ઓપરેશન...
ગુજરાતમાં ભાજપના નેતા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રથી ગોરધન ઝડફિયાને મારવા માટે આવેલો મહંમદ રફીક નામનો શાર્પશૂટર પકડાયો છે. ગઈકાલે અમદાવાદની રિલીઝ રોડ પર આવેલ વિનસ હોટલમાં શાર્પશૂટર રોકાયો હતો. જેને પકડવા ગયેલા ગુજરાત ATS અને ક્રાઈ
ગુજરાતમાં ભાજપના નેતા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રથી ગોરધન ઝડફિયાને મારવા માટે આવેલો મહંમદ રફીક નામનો શાર્પશૂટર પકડાયો છે. ગઈકાલે અમદાવાદની રિલીઝ રોડ પર આવેલ વિનસ હોટલમાં શાર્પશૂટર રોકાયો હતો. જેને પકડવા ગયેલા ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.
ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી, જેના બાદ છાપામારી કરવામાં આવી હતી, આ સમયે શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું છે. જોકે, આ શાર્પશૂટર કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હોય તેવો ખુલાસો થયો હતો. જેમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાનું નામ સામે આવ્યું છે. lત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેબિનેટમાંથી બહાર નીકળી પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા સાથે વાતચીત કરી હતી.
ગોરધન ઝડફિયા સોમનાથના પ્રવાસે સોમનાથમાં સિક્યુરિટી વધારવા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આદેશો આપ્યા છે. તો ફાયરિંગમાં શાર્પશૂટરની અટકાયત કરવામાં આવી છે. તેને લઈને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. કોઈ નેતા ને મારવા સોપારી અપાય હોય તેવી ગુજરાતમાં પહેલી ઘટના ચર્ચામાં આવી છે. આ ઘટનાના તાર ક્યાં જોડાયેલા છે તે આગળની તપાસમાં ખુલશે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com