25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને CM નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઇ

આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે, અને આ ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ઉત્સાહ અને ભાગદોડ મચી ગઈ છે. આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ, જેમાં ભાજપના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , નગરપાલિકા,  તાલુકા પંચાયત,  મનપા, ચૂંટણીની તારીખો , મતદાન
બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી માટે જરૂરી પગલાં અને આયોજન પર ચર્ચા કરવામાં આવી

આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે, અને આ ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ઉત્સાહ અને ભાગદોડ મચી ગઈ છે. આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ, જેમાં ભાજપના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને અન્ય આગેવાનો હાજર હતા. મુખ્યત્વે, આ બેઠકમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને મનપા સહિત વિવિધ બેઠકો પર ઉમેદવાર પસંદગીને લઈને ચર્ચા કરવામાં આવી.


સાથે-સાથે, પાર્ટી દ્વારા કેન્દ્રિય નેતૃત્વ સાથે પરામર્શ કરીને ઉમેદવારોના નામોની યાદી તબક્કાવાર જાહેર કરવામાં આવશે. આ સભામાં ચૂંટણી માટેની તજવીજ અને જરૂરી પગલાં પર ચર્ચા કરવામાં આવી. આગામી તારીખો અને પ્રક્રિયાને ધ્યાને રાખીને, ચૂંટણીની તમામ તૈયારીઓ હાથ ધરાઈ રહી છે.


મહત્વની તારીખો:

  • ચૂંટણીની જાહેરાત: 21 જાન્યુઆરી 2025
  • જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ: 27 જાન્યુઆરી 2025
  • ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2025
  • ઉમેદવારી પત્રોની ચકાસણી: 3 ફેબ્રુઆરી 2025
  • મતદાનની તારીખ: 16 ફેબ્રુઆરી 2025 (રવિવાર), સવારના 7:00 થી સાંજના 6:00 સુધી
  • પુનઃ મતદાન (જરૂરી જણાય તો): 17 ફેબ્રુઆરી 2025
  • મતગણતરીની તારીખ: 18 ફેબ્રુઆરી 2025
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ: 21 ફેબ્રુઆરી 2025

આ મંત્રણામાં એ પણ જાહેર કરાયું છે કે 4,000 ગ્રામપંચાયતોની ચૂંટણી અંગેની જાહેરાત બાકીની રહેશે. ત્યારબાદ, જૂનાગઢની મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments