25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

જીવન મા આગળ વધવા માટે અને ત્યા ટકી રહેવા શુ જરુરી છે અને કેમ? જાણો...

“અનુભવ એ માણસ નો સૌથી મોટો શિક્ષક છે” , આ સુવિચાર તો આપણે સાંભળેલો જ હશે .સાથે - સાથે મનુષ્ય ને આગળ વધવામાં જો સહાય કરતુ હોય તો એનુ પ્રથમ સોપાન એ અનુભવ જ છે.પણ, આપણે શુ એ અનુભવ નો  લાભ કોઇને લેવા  દઈયે છિયે?આપણાથી નાનુ કોઇ હોય અને એ કંઈ નવી વસ્તુ શિખવા જતો હોય તો આપણે એને રોકિયે અને કઈયે કે આ ના ક

“અનુભવ એ માણસ નો સૌથી મોટો શિક્ષક છે” , આ સુવિચાર તો આપણે સાંભળેલો જ હશે .સાથે - સાથે મનુષ્ય ને આગળ વધવામાં જો સહાય કરતુ હોય તો એનુ પ્રથમ સોપાન એ અનુભવ જ છે.પણ, આપણે શુ એ અનુભવ નો  લાભ કોઇને લેવા  દઈયે છિયે?

આપણાથી નાનુ કોઇ હોય અને એ કંઈ નવી વસ્તુ શિખવા જતો હોય તો આપણે એને રોકિયે અને કઈયે કે આ ના કર . પણ ભાઈ એને એ વસ્તુનો  થોડો અનુભવ તો થવા દે અને એ લોકો જ પાછા એ વ્યક્તિ પાસે બઉ જ મોટી આશા રાખીને બેઠા હોય. એક બાજુ અનુભવ વગર આગળ પણ વધારવો છે અને બીજી બાજુ એને ઉંચા સ્થાન પર પણ જોવો છે.એક સમયે એ તમારા સાથ અને સહકાર થી આગળ પણ વધી જશે. પણ જ્યારે આગળ જતા એ અનુભવની ખામી ના કારણે એને કોઇ મુશ્કેલી નળી જશે તો એનો એ તાકાત થી સામનો નઈ કરી શકે પણ જો એ અનુભવી હશે તો બધુંજ કરી શકશે.

આપણે પેલી વાત તો સાંભળી જ હશે કે ગામની બહાર એક જંગલ મા 2 દોસ્ત રમવા ગયા .એમા 12 વરસનો છોકરો કુવામા પડી ગયો અને 8 વરસ ના છોકરાએ એને બહાર કાઢ્યો. જ્યારે આ વાત આખા ગામમા ફેલાઈ ગઈ ત્યારે બધા વાતો કરવા લાગ્યા કે આ તો અશક્ય છે. પણ એક વૃદ્ધ વ્યક્તિ આ બધુ પારખી ગયા અને કીધું કે હા એ શક્ય છે કેમકે એને ત્યા કોઇ એવુ કહેવા વાળુ નોતુ કે ‘તુ આ નઈ કરી શકે’.

એટલે જ, જો કોઇ નવી વસ્તુ શીખતા હોય તો એને અનુભવ ચોક્કસ પણે થવા દેજો , જેથી એ વધુ આગળ વધી શકે.ક્યારેય કોઇ માટે એવા શબ્દોનો પ્રયોગ ના કરવો કે જેથી એને કામમાંથી  રસ ઉડી જાય. પણ, એને પ્રોત્સાહન આપતા રહેવુ પછી ભલેને પરિણામની તમને પહેલેથી જ ખબર હોય. પણ, એને જ્યારે અનુભવ થશે ત્યારે એ જાતેજ જાણી જશે અને ઝડપથી જીવન ના આ સમુદ્ર ને પાર કરી શકશે.
ભારત માતાકી જય.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments

Dhirenkumar Rathod

khub saras mahiti