25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પાછલા 24 કલાકમાં 1332 નવા પોઝિટિવ કેસ સાથે કુલ આંક પહોંચ્યો 109627 પર, 15 દર્દીઓનાં મોત...

ગુજરાતમાં કોરોના જાણે સોળે કળાએ ખીલ્યો હોય તેવી રીતે કોરોના સંક્રમણનાં આંકડા કુદકેને ભૂસકે વધતા જ જોવામાં આવી રહ્યા છે. પોતાની અવિરત તીવ્રતાથી આગળ વધી રહ્યો હોય તેમ આજે પણ ગુજરાતમાં પાછલા 24 કલાકમાં નવા 1332 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાનાં કારણે મરણજનાર દર્દીઓની સંખ્યા આજે રાજ્યભરમા

CoronaUpdateGujarat coronavirus corona gujarat corona_positive

ગુજરાતમાં કોરોના જાણે સોળે કળાએ ખીલ્યો હોય તેવી રીતે કોરોના સંક્રમણનાં આંકડા કુદકેને ભૂસકે વધતા જ જોવામાં આવી રહ્યા છે. પોતાની અવિરત તીવ્રતાથી આગળ વધી રહ્યો હોય તેમ આજે પણ ગુજરાતમાં પાછલા 24 કલાકમાં નવા 1332 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાનાં કારણે મરણજનાર દર્દીઓની સંખ્યા આજે રાજ્યભરમાં 15 નોંધવામાં આવે છે. જ્યારે કાળમુખા કોરોનાને 1415 દર્દીઓએ માત આપી છે અને તમામ દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


ગુજરાતનો અત્યાર સુધીનો કોરોના સંદર્ભ

  • રાજ્યમાં કુલ કેસ : 109627
  • રાજ્યમાં કુલ મોત : 3167
  • રાજ્યમાં કુલ સ્વસ્થ : 90230
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસ : 16230
  • રાજ્યમાં કુલ  ટેસ્ટ : 3073534
  • રાજ્યમાં કુલ કોરેન્ટાઇન વ્યક્તિ : 682298


આજે સામે આવેલા 1332 પોઝિટિવની સ્થળ સ્થિતિ

પાછલા 24 કલાકમાં ગુજરાતમાં નોંધવામાં આવેલા 1332 પોઝિટિવ કેસની વિગતો જોવામાં આવે તો સુરત કોપોરેશન 176, અમદાવાદ કોપોરેશન 148, સુરત 102, રાજકોટ કોપોરેશન 96, વડોદરા કોપોરેશન84, જામનગર કોપોરેશન 80, રાજકોટ 54, વડોદરા 40, ભાવનગર કોપોરેશન 34, પાટણ 31, અમરેલી 30, ભાવનગર 30, પંચમહાલ 30, મોરબી 27, જામનગર 25, મહેસાણા 25, ભરૂચ 24, સુરેન્દ્રનગર 24, મહીસાગર 21, ગાંધીનગર 20, કચ્છ 20, અમદાવાદ 19, જુનાગઢ 19, દાહોદ 18, ગાંધીનગર કોપોરેશન 18, જુનાગઢ કોપોરેશન 18, ગીર સોમનાથ 15, બોટાદ 14, નવસારી 11, છોટા ઉદેપુર- ખેડા- સાબરકાંઠા 10, બનાસકાંઠા 9, નમાદા-પોરબંદર 8, આણંદ-તાપી 7, દેવભૂમી દ્વારકા 5, અરવલ્લી 3 વલસાડ 2 એમ કુલ મળીને 1332 નવા કેસ નોંધવામાં આવ્યા છે.


આજે સામે આવેલા 15 દર્દીઓનાં મોત મામલે સ્થળ સ્થિતિ

અમદાવાદ કોપોરેશનમાં 4, સુરતમાં 3, અમરેલીમાં 2, રાજકોટ કોપોરેશનમાં 1, ગાંધીનગરમાં 1, જામનગરમાં 1, સાબરકાંઠામાં 1, સુરત કોપોરેશનમાં 1, અને વડોદરા કોપોરેશનમાં 1 દર્દી મળીને પાછલા 24 કલાકમાં કુલ 15 દર્દીનાં મોત નીપજ્યા છે.


આજે રાજ્યમાં કરવામાં આવેલા કોરોના ટેસ્ટ/કોરેન્ટાઇનની વિગતો

આજે રાજ્યમાાં‍ કુલ 72151 ટેસ્ટ કરવામા આવ્યા‍, જે રાજ્યની વસ્તીને‍ ધ્યાને‍ લેતા‍ પ્રતિદિન 1110.01 ટેસ્ટ પ્રતિ મિલયન‍ જટેલા થવા‍ પામે‍ છે. રાજ્યના‍ં જીલ્લાઓમા આજની‍ તારીખે‍ કુલ 682298 વ્યક્તિઓને‍ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 681839 વ્યક્તિઓ હોમ કોરેન્ટાઈન છે અને‍ 459 વ્યક્તિઓને ફેસીલીટી કોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.



આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments