અમદાવાદઃલોકડાઉન ખુલ્યા બાદ શહેરમાં કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે દુકાનો ખોલવાની મંજૂરી અપાઈ હતી .દુકાનો ખોલવાની મંજુરી અપાયા બાદ શહેરમાં બધી દુકાનો અને ધંધાઓ ખુલ્યા હતા. જેથી હવે રાત્રે પણ બધી બજારો ખુલી રહે છે. પરંતુ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલાક વિસ્તારોમાં રાત્
રાત પડતાં જ ધબકતા શહેરના મુખ્ય રોડ અને બજારો રાત્રે 10 વાગ્યા પછી બંધ, રાત્રે ઘુવડની જેમ બહાર રખડતા યુવાનોને ઘરમાં રહેવું પડશે.
અમદાવાદઃ
લોકડાઉન ખુલ્યા બાદ શહેરમાં કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે દુકાનો ખોલવાની મંજૂરી અપાઈ હતી .દુકાનો ખોલવાની મંજુરી અપાયા બાદ શહેરમાં બધી દુકાનો અને ધંધાઓ ખુલ્યા હતા. જેથી હવે રાત્રે પણ બધી બજારો ખુલી રહે છે. પરંતુ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલાક વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો આદેશ કર્યો છે
કોરોના કંટ્રોલ કરવા માટે સરકારે નિમેલા ઓએસડી ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ આજે જણાવ્યુ છે કે હવે થી શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ રહેશે. આ વિસ્તારોમાં માત્રે મેડિકલ અને દવાની દુકાનો ખુલ્લી રાખી શકાશે.
કયા વિસ્તારોમાં દુકાનો બંધ રહેશે ?
શા માટે દુકાનો બંધ કરાઈ ?
ડૉ. રાજીવકુમાર ગુપ્તા દ્વારા જાહેર કરાયેલ નોટમાં જણાવાયુ છે કે ઉપર જણાવેલ વિસ્તારોમાં અને રોડ પર રાત્રી દરમ્યાન મોટી સંખ્યામાં યુવાવર્ગ બહાર નિકળે છે. સાથે જ આ વિસ્તારમાં આવેલી મોટા ભાગે ખાણી પીણીની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્કના નિયમોનું પાલન થતું નથી. જેને લઈને આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મળેલી બેઠકમાં કમિશ્નર મુકેશ કુમાર અને ડે. કમિશ્નરોએ ચર્ચાના અંતે આ નિર્ણય લીધો હતો.
રાત્રે દુકાનો બંધ રાખવાનો મતલબ કર્ફ્યુ નથી...
કર્ફ્યુનો અર્થ સંપુર્ણ સંચારબંધી થાય છે. જ્યારે આજે બહાર પાડવામાં આવેલ આદેશમાં કર્ફ્યુનો કોઈ ઉલ્લેખ નથી. આદેશમાં ફક્ત ઉપરના વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો આદેશ છે. બાકીની અવરજવર ચાલુ જ રહેશે. આ અંગે લોકોમાં ગેરસમજ ફેલાય નહી તે માટે અહિં આ વાતનો ઉલ્લેખ કરવો જરુરી છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.