25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રાજ્યમાં કુલ 42.08 લાખ ટેસ્ટમાંથી 1,33,219 કેસ પોઝિટિવ

હાલમાં 16,660 એક્ટિવ કેસમાંથી 86 દર્દી વેન્ટિલેટર પર અને 16,574 દર્દીની હાલત સ્થિરગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 1,411ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, જ્યારે 10 દર્દીના મોતમાર્ચથી શરૂ થયેલી કોરોના મહામારી હજુ પણ રાજ્યમાં મોટું સંકડ બનીને બેઠી છે. જોકે રાજ્યમાં સતત લોકલ સંક્રમણ વધવા પાછળ હવે જે-તે

હાલમાં 16,660 એક્ટિવ કેસમાંથી 86 દર્દી વેન્ટિલેટર પર અને 16,574 દર્દીની હાલત સ્થિર
ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 1,411ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, જ્યારે 10 દર્દીના મોત


માર્ચથી શરૂ થયેલી કોરોના મહામારી હજુ પણ રાજ્યમાં મોટું સંકડ બનીને બેઠી છે. જોકે રાજ્યમાં સતત લોકલ સંક્રમણ વધવા પાછળ હવે જે-તે વિસ્તારના કેટલાક સ્થાનિક લોકો જ જવાબદાર બની રહ્યા છે. જાહેરમાં માસ્ક ન પહેરવું, જાહેરમાં થૂંકવું તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને બજારોમાં ખરીદી કરતા લોકોના કારણે કેસોમાં તેમજ મોતની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,33,219 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,419ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 1 લાખ 13 હજાર 140 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 16,660 એક્ટિવ કેસમાંથી 86 દર્દી વેન્ટિલેટર પર અને 16,574 દર્દીની હાલત સ્થિર છે. બીજીતરફ સરકાર દ્વારા પણ હવે કોવિડ-19ના ટેસ્ટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગઈકાલના કુલ 60,357 ટેસ્ટ મળીને અત્યાર સુધીમાં કુલ 42, 32, 408 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં સૌથી વધુ રાજકોટ, જામનગર, વડોદરા તેમજ અમદાવાદમાં લોકલ સંક્રમણનું પ્રમાણ ખુબજ ઝડપથી વધી રહ્યું છે. અમદાવાદમાં સતત સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય તેવા માર્કેટ તેમજ મોલને પણ કોર્પોરેશન દ્વારા બંધ કરાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ નવા 1,411ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે 1,231 દર્દી સાજા થઈ ગયા છે. તેમજ 10 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જો કે રાહતની વાત એ છે કે, 73 દિવસ બાદ દૈનિક મોત ઘટીને 10 નોંધાયા છે. આ પહેલા 16 જુલાઈના રોજ 10 દર્દીના મોત થયા હતા. ત્યાર બાદ સતત 10થી વધુ મોત નોંધાતા હતા.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments