25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

અમદાવાદમાં 64 ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 304 બેડ જ ખાલી

કોરોના થયો તો હવે સરકારી હોસ્પિ.માં જવું પડશે, ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં 147 વેન્ટિલેટરમાંથી 131 ઓક્યુપાઈડ ‘સબ સલામત’ની વાતો વચ્ચે નિષ્કાળજી દાખવવાનું હવે અમદાવાદીઓને નહીં પોષાય, વધુ ભયાનક સ્થિતિના વાગતા ડાકલા...રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થયાના મહિનામાં અમદાવાદ સમગ્ર દેશનું કોર

કોરોના થયો તો હવે સરકારી હોસ્પિ.માં જવું પડશે, ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં 147 વેન્ટિલેટરમાંથી 131 ઓક્યુપાઈડ ‘સબ સલામત’ની વાતો વચ્ચે નિષ્કાળજી દાખવવાનું હવે અમદાવાદીઓને નહીં પોષાય, વધુ ભયાનક સ્થિતિના વાગતા ડાકલા...રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થયાના મહિનામાં અમદાવાદ સમગ્ર દેશનું કોરોના હોટસ્પોટ બની ગયું હતું. જેને પગલે 7 દિવસ સુધી તો સંપૂર્ણ લોકડાઉન કરવું પડ્યું હતું. 

ત્યાર બાદ દૈનિક કેસોમાં ઘટાડો થયો અને એક સમયે દૈનિક 300 કેસ નોંધાતા હતા તે 150ની અંદર આવી ગયા હતા. આ સાથે જ શહેરીજનો બેખૌફ બની ટોળે વળવા લાગ્યા અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળિયો કર્યો. આ પ્રકારની બેફિકરાઈના હવે વરવા પરિણામો આવવા લાગ્યા છે. લગભગ છેલ્લા 10-12 દિવસથી સ્થિતિ વણસવા લાગી છે અને દૈનિક કેસો 180ની આસપાસ આવવા લાગ્યા છે. 

જો હજુ પણ અમદાવાદીઓ નહીં સુધરે તો ભયાનક સ્થિતિ થતા કોઈ અટકાવી શકશે નહીં. મુંબઈ-પૂણે જેવા શહેરો તેનું ઉત્તમ ઉદાહરણ છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં 180થી 190 કેસ થતા હોવાની માહિતી આપવામાં આવી રહી છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે. શહેરમાં કોરોનાના કેસો બેફામ વધી ગયા છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન(AHNA) મુજબ અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં વેન્ટિલેટર સપોર્ટ સાથેના ICU કેટેગરીમાં ફક્ત 16 જ ICU બેડ ખાલી છે.

ખાનગી હોસ્પિટલમાં 1,820માંથી માત્ર 304 બેડ જ ખાલી
શહેરની ખાનગી હોસ્પિટલોમાં કોર્પોરેશનના ક્વોટાના કુલ બેડ 1,820ના ફક્ત 16.7 ટકા બેડ એટલે કે 304 બેડ જ ખાલી છે. ગંભીર સ્થિતિમાં આવનારા દર્દી માટે જરૂરી વેન્ટિલેટર સપોર્ટ સાથેના ICU બેડની સંખ્યા ઘણી ઓછી છે. જેથી અમદાવાદમાં પરિસ્થિતિ હવે ફરી ગંભીર બની રહી છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments