ગુજરાત હાથ ધોઈ બનાવશે અનોખો રેકોર્ડ.. જાણો કેવી રીતે
ગુજરાતમાં પચાસ હજારથી વધુ આંગણવાડીઓમાં 2 ઓક્ટોમ્બરના રોજ ગાંધી જયંતીએ હાથ ધુઓ ઝુંબેશ (હેન્ડવોશિંગ કેમ્પેઈન) હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારની સ્વચ્છતા અંગેની જનજાગૃતિ ઝુંબેશમાં રાજ્યની દરેક આંગણવાડી કેન્દ્રમાંથી 10 લોકો આ કાર્યક્રમમાં જોડાશે. એટલે કે પાંચ લાખથી વધુ લાભાર્થીઓ હાથ ધુઓ
ગુજરાતમાં પચાસ હજારથી વધુ આંગણવાડીઓમાં 2 ઓક્ટોમ્બરના રોજ ગાંધી જયંતીએ હાથ ધુઓ ઝુંબેશ (હેન્ડવોશિંગ કેમ્પેઈન) હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારની સ્વચ્છતા અંગેની જનજાગૃતિ ઝુંબેશમાં રાજ્યની દરેક આંગણવાડી કેન્દ્રમાંથી 10 લોકો આ કાર્યક્રમમાં જોડાશે. એટલે કે પાંચ લાખથી વધુ લાભાર્થીઓ હાથ ધુઓ ઝુંબેશ(હેન્ડવોશિંગ કેમ્પેઈન)માં જોડાશે.
2 ઓક્ટોબરના રોજ યોજાનાર આ કાર્યક્રમના સંદર્ભમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ સંકલન અને સમીક્ષા બેઠક યોજી હતી. વિવિધ વિભાગના અધિકારીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કાર્યક્રમનું આયોજન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સ્વચ્છતા અંગેની આ જનજાગૃતિ ઝુંબેશને ‘ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાવવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાનારા લોકોને હાથ ધોવાના તબક્કા સમજાવાશે તેમજ સ્વચ્છતા જાળવવા માટેની કિટ અપાશે. આ કીટમાં માસ્ક, સેનીટરી પેડ, લીક્વીડ સાબુની બોટલ અને પાર્ટીસિપેશન સર્ટીફિકેટ હશે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com