25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

બનાસ ડેરીના ચેરમેન કોણ બનશે તે થયું નક્કી...

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી આવનારી 19 ઓક્ટોબરે યોજાવાની છે. 16 ડિરેક્ટરો માટે બનાસ ડેરીની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આજે છેલ્લો દિવસ હતો જેમાં મોટા મોટા નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે.બનાસ ડેરીની ચૂંટણીમાં 16માંથી 9માં કોઈએ ફોર્મ પણ ન ભરતા 9 ઉમેદવારો બિનહ

Banas dairy
બનાસ ડેરીની ચૂંટણીમાં 16માંથી 9 બેઠક બિનહરીફ
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી આવનારી 19 ઓક્ટોબરે યોજાવાની છે. 16 ડિરેક્ટરો માટે બનાસ ડેરીની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આજે છેલ્લો દિવસ હતો જેમાં મોટા મોટા નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે.

બનાસ ડેરીની ચૂંટણીમાં 16માંથી 9માં કોઈએ ફોર્મ પણ ન ભરતા 9 ઉમેદવારો બિનહરીફ થયા છે જે સાબિત કરે છે કે શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન પદે યથાવત રહેશે.
Banas dairy

ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. આ પેનલની નવ બેઠક ધાનેરા, લાખણી, વાવ, સુઈગામ, રાધનપુર, સાંતલપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડામાં તેમની પેનલ એકદમ બિનહરીફ છે અને તેમની સામે કોઈ ઉમેદવાર પણ ઊભો રહ્યો નથી.

આજે  છેલ્લા દિવસે બનાસડેરીમાં વાઇસ ચેરમેને ઉમેદવારી નોંધાવી છે. ડીસામાં મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોધાવી. ભાજપના આગેવાનો સાથે માવજી દેસાઈએ ઉમેદવારીપત્ર ભર્યુ હતુ. માવજી દેસાઈએ પત્રકારોથી ચોરી છુપી ફોર્મ ભરતા દર્શાવે છે કે ઘી ના ઠામમાં ઘી ઢળી ગયું છે.

ફરી એકવાર સહકારી ક્ષેત્રના રાજકારણમાં શંકર ચૌધરીએ ફરીથી પોતાને હુકમના એક્કા સાબિત કર્યા છે. ચૂંટણી યોજાય તે પૂર્વે જ બિનહરીફ ચૂંટાઈ આવવાનું સુનિશ્ચિત કરવુ તે શંકર ચૌધરીનો દબદબો યથાવત રહ્યો છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments