રાજ્યની 118 પ્રકારની સેવાઓ મળશે ઓનલાઈન જાણો માહિતી
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વિવિધ ૧૧૮ પ્રકારની સેવાઓ ઘર બેઠા આંગળીના ટેરવે મળે તે માટે ૨૦૧૬ થી https://www.digitalgujarat.gov.in પર વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવી છે.સરકારની આ વેબસાઇટ પર ડોમીસાઇલ પ્રમાણપત્ર,આવકના દાખલા,રેશનકાર્ડની સેવાઓ,સિનિયર સીટીઝન,વારસાઇ, સહિત અનેક સેવાઓ આ પોર્ટલ પર ઉપલ્બધ કરાવી
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વિવિધ ૧૧૮
પ્રકારની સેવાઓ ઘર બેઠા આંગળીના ટેરવે મળે તે માટે ૨૦૧૬ થી https://www.digitalgujarat.gov.in પર વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવી છે.સરકારની
આ વેબસાઇટ પર ડોમીસાઇલ પ્રમાણપત્ર,આવકના દાખલા,રેશનકાર્ડની સેવાઓ,સિનિયર
સીટીઝન,વારસાઇ, સહિત અનેક સેવાઓ આ પોર્ટલ પર ઉપલ્બધ કરાવી છે જેનો લાભ લેવા જિલ્લા
કલેકટર એચ.કે.પટેલે અનુંરોધ કર્યો હતો.
વર્તમાન સમયમાં
કોવિડ-૧૯ની સ્થિતિમાં લોકો સુરક્ષિત રહે તે માટે આ પ્રકારની સેવાઓ માટે બહાર જવાને
બદલે ઘરબેઠા સેવાઓ મેળવવી તે આપણા સૌના હિતમાં છે.ડિજીટલ પોર્ટલની સેવાઓથી
નાગરિકોના સમય અને નાણાંની બચત થાય છે.
https://www.digitalgujarat.gov.in સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી આ તમામ
સેવાઓનો લાભ મેળવી શકે છે.આ પોર્ટલ પર ડીજીટલ લોકર,ઇ-પેમેન્ટ,પ્રોફાઇલ,
ડોક્યુમેન્ટ વેરીફીકેશન સહિત અનેક સેવાઓ નાગરિકોને મળે છે.નાગિરકો દ્વારા ઓનલાઇન
કરેલ સેવાઓના પ્રમાણપત્ર ઇ-મેઇલ તેમજ
પોસ્ટ મારફતે નાગરિકોને ઘર બેઠા મળી જાય છે.આ સાઇટ માત્ર એક વાર રજિસ્ટ્રેશન
કરવાનું થાય છે જેમાં અરજદાર કે નાગરિકો
તેમના મેઇલ અને મોબાઇલ નંબર સાથે
રજિસ્ટ્રેશન કરાવી શકે છે.રજિસ્ટ્રેશન બાદ પ્રોફાઇલ અપડેટ કર્યા બાદ દરેક નાગરિક
તમામ પ્રકારની ઉપલ્બધ સેવાઓ સરળતાથી મેળવી શકે છે.
રાજ્યના નાગરિકો આ સેવાઓના સારા પ્રમાણમાં ઉપયોગ કરેલ છે. દરેક જીલ્લામાં આ સેવા કાર્યરત થયા બાદ આજ
આપણે પણ નાગરિક તરીકે જિલ્લાના અન્ય નાગરિકોને https://www.digitalgujarat.gov.inની ડીજીટલ પોર્ટલની સેવાઓથી અવગત કરાવી
તેનો લાભ કરવા અનુંરોધ કરવો જોઇએ
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com