›ઘરે બેઠા બનાવો હોટલ જેવી બટર નાન..... જાણો એકસ્પર્ટની રેસિપિ
ઘરે બેઠા બનાવો હોટલ જેવી બટર નાન..... જાણો એકસ્પર્ટની રેસિપિ
આમ જોવા જઈએ તો નાન બનાવવી આમ તો એક અઘરું કામ છે પણ તમે શીખો તો ધરે પણ બનાવી શકો છોતો સૌપ્રથમ આપ નોન સ્ટિક તવા પર આ નાન બાવી શકો છો. જે સુંદર બનશે તેને કોઇપણ શબ્જી કે પછી દાલ સાથે ગરમ ગરમ સર્વ કરોતરલા દલાલની રેસિપીમાંથી નાન બનાવવાં માટે આપને 30 મિનિટનો સમય લાગશે. 25 મિનિટ પ્રિપરેશન માટે અને 5 મિ
વિધિ- ઇસ્ટ, ખાંડ અને ચાર ચમચી હુંફાળુ પાણી એક બાઉલમાં મિક્સ કરીને 7 મિનિટ સુધી રહેવા દો. પછી મેંદામાં આ મિશ્રણ, દહીં અને ધી તેમજ મીઠું સ્વાદઅનુસાર ઉમેરો અને મેંદાનાં લોટની કણક બાંધો.
આ કણક નરમ હોવી જોઇએ. હવે આ કણકને એક સુતરાઉ કપડાંમાં ઢાંકીને 30 મિનિટ સુધી રહેવાં દો. આ સમયમાં લોટ ફુલીને તૈયાર થઇ જશે. હવે આ કણકનાં 10 નાના નાના લુવા તૈયાર કરો
લુવાનાં એક ભાગને દબાવીને તેને વણો તેની ઉપર અડધી ચમચી કાળા તલ ભભરાવો. હવે મેદાનું અટામણ લઇને તેને લાંબી લાંબી ઇંડાનાં આકારની વળો. હવે એક નોન સ્ટિક તવાને ગરમ કરો. અને તલ વાળો ભાગ નીચે રહે તે રીતે તેની ઉપર નાન રાખો
એક તરફ હળવી ફૂલી જાય ત્યારે તેને બીજી બાજુ પલટી દોત હવે બીજો ભાગ ફૂલવા સુધી તેને પકવા દો, બાદમાં આંચમાં બંને તરફ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી ગેસ પર પકવા દો. બસ તૈયાર છે તમારી નાન આ રીતે બધી જ નાન તૈયાર કરો. પણ એક એક નાન ગરમ ગરમ પીરશો. તો જ નાન ખાવાની મજા આવશે
નાન બનાવવાની આ રેસિપી તરલા દલાલનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.