25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

અઝરબૈજાનને પાકિસ્તાન અને તુર્કીનો ખુલ્લો સપોર્ટ, રશિયા અર્મેનિયાની મદદે આવે તેવી શક્યતા.

ખ્રિસ્તી દેશ અર્મેનિયા અને મુસ્લિમ દેશ અઝરબૈજાન વચ્ચે છેડાયેલી જંગમાં તુર્કી અને પાકિસ્તાન ખુલીને સામે આવી ગયા છે. પાકિસ્તાને અઝબૈજાનની મદદ માટે પોતાની સેના મોકલી છે જ્યારે તુર્કી સાથે મળીને સીરિયા અને લિબીયાથી આતંકીઓ ત્યાં મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અર્મેનિયાએ એવો દાવો પણ ક

તુર્કીના ફાઈટર જેટ એ ફાઈટર તોડી પાડ્યાનો અર્મેનિયાનો દાવો.
ખ્રિસ્તી દેશ અર્મેનિયા અને મુસ્લિમ દેશ અઝરબૈજાન વચ્ચે છેડાયેલી જંગમાં તુર્કી અને પાકિસ્તાન ખુલીને સામે આવી ગયા છે. પાકિસ્તાને અઝબૈજાનની મદદ માટે પોતાની સેના મોકલી છે જ્યારે તુર્કી સાથે મળીને સીરિયા અને લિબીયાથી આતંકીઓ ત્યાં મોકલવામાં આવી રહ્યા છે. 

આ ઉપરાંત અર્મેનિયાએ એવો દાવો પણ કર્યો છે કે તુર્કીના એક ફાઈટર જેટે તેમનું ફાઈટર વિમાન તોડી પાડ્યું. જેમાં પાયલટનું મૃત્યુ થયું છે. અર્મેનિયા સાથે છેડાયેલી જંગમાં અઝરબૈજાનને સાથ આપવા માટે પાકિસ્તાને પોતાના જવાનોને મોકલ્યા છે. 

આ ચોંકાવનારો ખુલાસો એક ફોન રેકોર્ડિંગથી થયો. જેની વાતચીત ફ્રી ન્યૂઝ એએમ નામની એક મીડિયા વેબસાઈટે પોસ્ટ કર્યો છે. જેમાં અઝરબૈજાનના બે લોકો પરસ્પર વાતચીત કરી રહ્યા છે. જેમાં એક વ્યક્તિ જણાવે છે કે અહીં પાકિસ્તાનના જવાનો ભેગા થઈ રહ્યા છે.

તુર્કી અને પાકિસ્તાન આગ સાથે રમવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ સીરિયામાં લડી રહેલા આતંકીઓને અર્મેનિયાના યુદ્ધ ક્ષેત્ર નાગોર્નો-કારાબાખમાં મોકલી રહ્યા છે. કિલિંગ મશીનના નામથી ઓળખાતા આ આતંકીઓને મુસ્લિમ દેશ અઝરબૈજાનના પક્ષમાં અને ખ્રિસ્તિ દેશ અર્મેનિયા વિરુદ્ધ મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. 

અહેવાલો મુજબ ભારે હથિયારોથી લેસ આ આતંકીઓને 22 સપ્ટેમ્બર બાદથી તુર્કીના રસ્તે સતત અઝરબૈજાનની રાજધાની બાકૂ પહોંચાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 1000 આતંકીઓ પહોંચ્યા છે. જેમને તુર્કી 1500થી 2000 ડોલરની સેલરી પણ આપે છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments