ટીવીના રામ -સીતા ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી કોરોના પોઝિટિવ
ટેલિવિઝનની ફેમસ જોડીઓમાંની એક ગુરમીત ચૌધરી અને દેબીના બનર્જીનો કોરોના રિપોર્ટ બુધવારે પોઝિટિવ આવ્યો છે. બંનેએ સોશિયલ મીડિયા મારફતે કોરોના રિપોર્ટની જાણકારી આપી છે. ગુરમીતે જણાવ્યું કે હાલ બંનેની તબિયત સારી છે અને તેઓ હોમ ક્વોરન્ટીન રહીને જરૂરી સાવચેતી રાખી રહ્યા છે.ગુરમીત ચૌધરીએ àª
ટેલિવિઝનની ફેમસ જોડીઓમાંની એક ગુરમીત ચૌધરી અને દેબીના બનર્જીનો કોરોના રિપોર્ટ બુધવારે પોઝિટિવ આવ્યો છે. બંનેએ સોશિયલ મીડિયા મારફતે કોરોના રિપોર્ટની જાણકારી આપી છે. ગુરમીતે જણાવ્યું કે હાલ બંનેની તબિયત સારી છે અને તેઓ હોમ ક્વોરન્ટીન રહીને જરૂરી સાવચેતી રાખી રહ્યા છે.
ગુરમીત ચૌધરીએ હાલમાં જ તેના ટ્વિટર અકાઉન્ટ પર તેની અને દેબીનાની કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી છે. એક્ટરે લખ્યું, 'મારી વાઈફ દેબીના અને હું કોવિડ 19 પોઝિટિવ આવ્યા છીએ. સારા નસીબે અમે ઠીક છીએ અને હોમ આઇસોલેશન દરમ્યાન બધી જરૂરી સાવચેતીઓ રાખી રહ્યા છીએ. અમે અમારા સંપર્કમાં આવેલા તમામ લોકોને ધ્યાન રાખવા માટે અપીલ કરીએ છીએ. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર.'
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com