25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નોંધણી શરુ થશે જાણો

રાજય સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ આગામી તા. ૨૧ ઓકટોબરથી ૯૦ દિવસ દરમિયાન રાજય સરકાર લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીગ સિઝન ૨૦૨૦-૨૧ માટે પ્રતિ કવિન્ટલ (૧૦૦ કિ.ગ્રા.) મગફળી રૂ. ૫૨૭૫/- ના ભાવે ખરીદશે. જે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણો મુ

રાજય સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ આગામી તા. ૨૧ ઓકટોબરથી ૯૦ દિવસ દરમિયાન રાજય સરકાર લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીગ સિઝન ૨૦૨૦-૨૧ માટે પ્રતિ કવિન્ટલ (૧૦૦ કિ.ગ્રા.) મગફળી રૂ. ૫૨૭૫/- ના ભાવે ખરીદશે. જે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણો મુજબ હશે.


ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા ચાલુ વર્ષના ૭/૧૨ તેમજ ૮-અ નાં ઉતારા તથા પાસબુકની નકલ/કેન્સલ ચેકની નકલ સાથે ગ્રામ કક્ષાએ વી.સી.ઇ. (ગ્રામ પંચાયત કચેરી) એપીએમસી કેન્દ્ર ખાતે તા. ૧/૧૦/૨૦૨૦ થી તા. ૨૦/૧૦/૨૦૨૦ સુધી ખરીદીના ભાગરૂપે  ઓનલાઇન રજીસ્ટ્રેશન એનરોલમેન્ટ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે માટે તાલુકાના ગોડાઉન મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે. પ્રતિ હેક્ટર મહત્તમ ખરીદી ૨૫૦૦ કિ.ગ્રા. રહેશે.        


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments