25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સૌરાષ્ટ્રનું આ પાર્ક આજથી મુલાકાતીઓ માટે ખુલશે...

જૂનાગઢઃ લોકડાઉનના સમયથી બંધ રહેલું દેવળીયા પાર્ક આજથી અને ગીર અભયારણ્ય 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. પર્યટકો કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ દેવળીયા પાર્ક તથા ગીર અભયારણ્યની મૂલાકાત લઈ શકશે. હાલ ગીર અભયારણ્ય, સાસણગીર અને દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ માટે ઓનલાઇન પરમિટનું બુકિંà

જૂનાગઢઃ લોકડાઉનના સમયથી બંધ રહેલું દેવળીયા પાર્ક આજથી અને ગીર અભયારણ્ય 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. પર્યટકો કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ દેવળીયા પાર્ક તથા ગીર અભયારણ્યની મૂલાકાત લઈ શકશે.


હાલ ગીર અભયારણ્ય, સાસણગીર અને દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ માટે ઓનલાઇન પરમિટનું બુકિંગ શરૂ થઇ ગયું છે. પ્રવાસીઓ વેબસાઇટ પરથી જ પરમીટ બુક કરાવી શકશે. મુલાકાત દરમિયાન સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. દેવળીયા પાર્ક, ગીરની મૂલાકાત વખતે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.


દસ વર્ષથી ઓછી વયના બાળકો તથા ૬૫ વર્ષથી વધુ વયના વડીલોને મૂલાકાતની પરવાનગી નહી આપવામાં આવે. સોશીયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વાહનોમાં બેઠક ક્ષમતા 50 ટકા કરવામાં આવશે. સક્કરબાગ અને દેવળીયા પાર્ક શરૂ થતાં પ્રવાસન અર્થતંત્ર ફરી જીવંત થવાની આશા છે. માત્ર ગીરમાં જ દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વનવિભાગ અને સરકારને દર મહિને ગીરમાંથી એક કરોડની આવક થાય છે, ત્યારે છેલ્લા છ મહિનાથી બંધ પડેલા ગીરને લઈને ક્યાંક વન વિભાગ અને સરકારને પણ નુકશાની વેઠવી પડે છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments