25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

નાળિયેરમાં મીઠું પાણી ક્યાંથી આવે છે?

દરેક કુળના બીજમાં સુગર અને સ્ટાર્ચનું ગર્ભ પોષક દ્રવ્ય હોય છે. બીજને જમીનમાં રોપવામાં આવે છે. ત્યારે શરૂઆતમાં અંકુરના વિકાસ માટે આ દ્રવ્ય ઉપયોગી થાય છે.નાળિયેરનું પાણી એક પ્રકારનું ગર્ભપોષક દ્રવ્ય જ છે. નાળિયેરના મૂળ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે. અને રસાકર્ષણ દ્વારા પાણી થડમાં થઈ છે

લીલા નાળિયેરનું પાણી પીવાની મજા તો તમે માણી જ હશે. મંદિરમાં વધેરાતા સૂકા નાળિયેરમાંથી પણ સ્વાદિષ્ટ પાણી મળે છે. પરંતુ દરિયાકાંઠે ઊંચી નાળિયેરીની ટોચે થતા નાળિયેરમાં આ પાણી ક્યાંથી ભરાતું હશે ?
દરેક કુળના બીજમાં સુગર અને સ્ટાર્ચનું ગર્ભ પોષક દ્રવ્ય હોય છે. બીજને જમીનમાં રોપવામાં આવે છે. ત્યારે શરૂઆતમાં અંકુરના વિકાસ માટે આ દ્રવ્ય ઉપયોગી થાય છે.

નાળિયેરનું પાણી એક પ્રકારનું ગર્ભપોષક દ્રવ્ય જ છે. નાળિયેરના મૂળ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે. અને રસાકર્ષણ દ્વારા પાણી થડમાં થઈ છેક ટોચે પાન અને નાળિયેરમાં પહોંચે છે.

આ પાણી ખૂબ જ સૂક્ષ્મ નળીઓમાંથી પસાર થાય છે. એટલે ટોચે પહોંચે ત્યા સુધીમાં સારી રીતે ફિલ્ટર થઈ જાય છે. અને ક્ષાર નાશ પામે છે. નાળિયેરમાં સ્ટાર્ચ અને સુગર હોય છે. તેથી પાણી મીઠું બને છે.

નાળિયેરમાં શરૂઆતમાં આ પાણી ઘટ્ટ હોય છે. ધીમે ધીમે તેમાંની સ્ટાર્ચ અને સુગર વાળી પેશીઓ અંદરની સપાટી પર જમા થતી જાય છે. અને કોપરુ તૈયાર થાય છે. કોપરૂ તૈયાર થઈ ગયા પછી તેની વચ્ચે મીઠું પાણી બાકી રહે છે. લીલા નાળિયેરમાં અંદરની સપાટી પર કોપરાને બદલે મલાઈ હોય છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments