આજે ગાંધી જયંતિએ જાણો ગાંધીજી કેવી રીતે ઉજવતા હતા પોતાનો જન્મદિવસ
દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 102મી જયંતી (Gandhi Jayanti) મનાવવા માટે તૈયાર છે. આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓ તરફથી કેટલાક કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. સફાઈથી લઇ અહિંસાના પાઠ સુધી લોકો જુદી-જુદી રીતે બાપૂને યાદ કરતા હોય છે. પરંતુ શુ તમે જાણો છો પોતાના જન્મદિવસે ગાંધી શું કરતા હતા અને
દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 102મી જયંતી (Gandhi Jayanti) મનાવવા માટે તૈયાર છે. આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓ તરફથી કેટલાક કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. સફાઈથી લઇ અહિંસાના પાઠ સુધી લોકો જુદી-જુદી રીતે બાપૂને યાદ કરતા હોય છે. પરંતુ શુ તમે જાણો છો પોતાના જન્મદિવસે ગાંધી શું કરતા હતા અને કેવી રીતે પોતાનો જન્મદિવસ મનાવતા હતા….?
ગાંધીવાદી રામચંદ્ર રાહી મુજબ લગભગ ગાંધીજી જન્મ ઉજવતા નહતા, પરંતુ લોકો તેમના જન્મદિવસ ઉજવતા હતા. 100 વર્ષ પહેલા ગાંધીજીના નિવેદનોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આજથી 102 વર્ષ પહેલા, જ્યારે વર્ષ 1918માં ગાંધીજીએ તેમના જન્મદિવસની ઉજવણી કરનારાઓને કહ્યું
,
તો પછી પોતાના જન્મદિવસે બે ઓક્ટોબરે બાપૂ શું કરતા હતા?
દેશભરમાં ફેલાયેલી ગાંધીવાદી સંગઠનોની માતૃ સંશ્થા, ગાંધી સ્મારક નિધિના અધ્યક્ષ રામચંદ્ર રાહીએ કહ્યું કે આ એક ગૌરવપૂર્ણ દિવસ હતો, આ દિવસે તેઓ ભગવાનને પ્રાર્થના કરતા હતા, રેંટિયો ચલાવતા અને મોટાભાગે મૌન રહતા હતા. તેઓ કોઈ પણ મહત્વપૂર્ણ દિવસે આ જ રીતે ઉજવણી કરતા હતા.

પરંતુ આજે સરકાર ગાંધી જયંતી (Gandhi Jayanti) પર વિવિધ પ્રકારના સમારોહનું આયોજન કરી રહી છે, ચારે બાજુ હંગામો છે, આખા વર્ષ દરમિયાન કાર્યક્રમો ચાલે છે. આ અંગે રાહીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે,

તેમણે કહ્યું કે જો સરકાર ખરેખર ગાંધીનો જન્મદિવસ (Gandhi Jayanti) મનાવવા માંગે છે તો તેને ગાંધીના વિચારો ઉપર સમાજને આગળ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ તેના લક્ષણો દેખાતા નથી, વર્તમાન સરકાર ગાંધી અને ગાંધીના જન્મદિવસને સ્વચ્છતા સાથે જોડે છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com