25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ઘરે જ નેચરલ ફાઉન્ડેશન બનાવો, તજના પાઉડરને આ વસ્તુઓમાં મિક્સ કરીને મિનિટોમાં તૈયાર કરો

સ્કિનને કેમિકલ્સથી બચાવવા માટે ઘરના કિચનમાંથી નેચરલ ફાઉન્ડેશન તૈયાર કરી શકાય છે. અમે તમને જણાવી રહ્યા છીએ, ઘરે જ ફાઉન્ડેન તૈયાર કરવાની 100% નેચરલ રીત. આ રીતથી ફાઉન્ડેશન બનાવતા સમય પણ ઓછો લાગે છે. તેને તમે લાંબા સમય સુધી સ્કિન પર રાખશો તો પણ ઇન્ફેક્શન કે એલર્જીનો ડર રહેતો નથી.સામગ્રી:3 મોટા


સ્કિનને કેમિકલ્સથી બચાવવા માટે ઘરના કિચનમાંથી નેચરલ ફાઉન્ડેશન તૈયાર કરી શકાય છે. અમે તમને જણાવી રહ્યા છીએ, ઘરે જ ફાઉન્ડેન તૈયાર કરવાની 100% નેચરલ રીત. આ રીતથી ફાઉન્ડેશન બનાવતા સમય પણ ઓછો લાગે છે. તેને તમે લાંબા સમય સુધી સ્કિન પર રાખશો તો પણ ઇન્ફેક્શન કે એલર્જીનો ડર રહેતો નથી.


સામગ્રી:
3 મોટા ચમચા કોર્નફ્લોર, અડધી ચમચી કોકો પાઉડર કે રેડ ક્લે અને તાજો વાટેલો તજનો પાઉડર.


આટલું ધ્યાન રાખો:
તજનો પાઉડર સ્કિનને ગોલ્ડન ટચ આપે છે, આથી તે ઓપ્શનલ છે. ડાર્ક સ્કિન હોય તો કોકો પાઉડર વધારે લઇ શકો છો અને સ્કિન લાઈટ હોય તો ઓછા કોકો પાઉડરમાં કામ થઇ કશે. આ વસ્તુઓની સાથે ફાઉન્ડેશનને સ્ટોર કરવા માટે એક પોટની પણ જરૂર પડશે.


બનાવવાની રીત:
પોટમાં કોર્નફ્લોર લો. તેમાં કોકો અને તજનો પાઉડર ઉમેરો. દરેક વસ્તુઓને નાની ચમચીની મદદથી મિક્સ કરી લો. જ્યાં સુધી આ મિશ્રણ મુલાયમ ના થઇ જાય ત્યાં સુધી હલાવતા રહો. તૈયાર છે હોમમેડ ફાઉન્ડેશન.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments