25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સ્કૂલ સંચાલકોની ખુલ્લી ધમકી, ફી ભરો નહિ તો 25% રાહત નહીં મળે

ગુજરાત રાજયમાં છેલ્લા કેટલાય સમયથી સ્કુલ ફીનો વિવાદ સતત ચાલી રહ્યો છે. વાલીઓ દ્વારા સતત કોરોના કાળને કારણે ફીમાં ૫૦ ટકાના ઘટાડાની માંગ થઈ રહી હતી અને હજુ પણ થઈ રહી છે. સ્કુલો બંધ હોવા છતા વાલીઓ ૫૦ ટકા ફી ભરવા તૈયાર હતા. પરંતુ સરકારે ૬ મહિના બાદ માત્ર ૨૫% જ ફી માફીનો નિર્ણય લેતા હજુ પણ વાલી

ગુજરાત રાજયમાં છેલ્લા કેટલાય સમયથી સ્કુલ ફીનો વિવાદ સતત ચાલી રહ્યો છે. વાલીઓ દ્વારા સતત કોરોના કાળને કારણે ફીમાં ૫૦ ટકાના ઘટાડાની માંગ થઈ રહી હતી અને હજુ પણ થઈ રહી છે. સ્કુલો બંધ હોવા છતા વાલીઓ ૫૦ ટકા ફી ભરવા તૈયાર હતા. પરંતુ સરકારે ૬ મહિના બાદ માત્ર ૨૫% જ ફી માફીનો નિર્ણય લેતા હજુ પણ વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

તો બીજી બાજુ ખાનગી સ્કુલ સંચાલકો પોતે જ સરકાર હોય તેમ વર્તી રહ્યા છે. તેઓએ ૩૧ ઓકટોબર સુધીમાં ફી નહિં ભરનારા કે ગત વર્ષે ફી ન ભરી હોય તે વાલીઓને ૨૫ ટકાની રાહત નહિં આપવાનો નિર્ણય કર્યો છે.

  • ખાનગી શાળાના સંચાલકોએ નવું ગતકડુ કાઢતા વાલીઓમાં જબરો રોષ 
  • ગત વર્ષે ફી ભરી ન હોય, તે વાલીઓને પણ ફીમાં રાહત નહિં અપાય 
  • ઓલ ગુજરાત વાલી મંડળનો વિરોધ, સરકારમાં ફરીથી રજૂઆત કરવાની ચીમકી આપી આપતા હવે ફરી આંદોલનના એંધાણ.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments