CNG કારમાં આગ લાગતા પરિવારના 3 જણા જીવતા ભૂંજાયા..કોણ હતો અને કયાં નો હતો પરિવાર જાણો વિગત..
અમદાવાદનો એક પરિવાર અંબાજી દર્શન કરવા માટે કારમાં સવાર થઈને નીકળ્યા હતા. ત્યારે ખેરાલુ હાઈવે પાસે કારમાં આગ ફાટી નીકળતા ત્રણ જણા કારમાં જ જીવતા ભૂંજાયા હતા. તો કારચાલક સહિત એક મહિલાને બચાવી લેવાયા હતા, જેઓને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અમદાવાદમાં રહેતો પટેલ પરિવàª
અમદાવાદનો એક પરિવાર અંબાજી દર્શન કરવા માટે કારમાં સવાર થઈને નીકળ્યા હતા. ત્યારે ખેરાલુ હાઈવે પાસે કારમાં આગ ફાટી નીકળતા ત્રણ જણા કારમાં જ જીવતા ભૂંજાયા હતા. તો કારચાલક સહિત એક મહિલાને બચાવી લેવાયા હતા, જેઓને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અમદાવાદમાં રહેતો પટેલ પરિવાર આજે અંબાજી દર્શન કરવા નીકળ્યો હતો. પટેલ પરિવાર મૂળ વડનગરના કરબટિયા ગામનો વતની છે. ત્યારે વહેલી સવારે પરિવારના પાંચ સદસ્યો અંબાજી દર્શન કરવા નીકળ્યા હતા. ત્યારે ખેરાલુ હાઈવે પર GJ01KR1531 નંબરની તેમની કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કાર સીએનજી હતી, એટલે વધુ આગ પકડાઈ હતી, અને કાર બેકાબૂ બની જતા વૃક્ષ સાથે અથડાઈ હતી. ત્યારે પટેલ પરિવારની બે દીકરી અને તેમના દાદી કારમાં જ જીવતા ભૂંજાયા હતા. પરંતુ કારમાં સવાર દંપતીનો બચાવ થયો હતો. પરંતુ અકસ્માતથી તેઓ પણ દાઝી ગયા હતા.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com