ભારતની અડધી શહેરી વસતિ ફાંદવાળી! જાણો તમારું કેટલું વજન..
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂટ્રિશન (NIN)એ 28 સપ્ટેમ્બરે દેશની ખાણી-પીણીની આદતો પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. What India Eats એટલે કે ભારત શું ખાય છે ટાઈટલથી પ્રકાશિત આ રિપોર્ટના અનુસાર ભારતનાં શહેરો અને ગામડાંમાં ખાવા-પીવા સંબંધિત આદતોમાં એક મોટો ગેપ છે.આ રિપોર
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂટ્રિશન (NIN)એ 28 સપ્ટેમ્બરે દેશની ખાણી-પીણીની આદતો પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. What India Eats એટલે કે ભારત શું ખાય છે ટાઈટલથી પ્રકાશિત આ રિપોર્ટના અનુસાર ભારતનાં શહેરો અને ગામડાંમાં ખાવા-પીવા સંબંધિત આદતોમાં એક મોટો ગેપ છે.
આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, શહેરોમાં એબ્ડોમિનલ ઓબેસિટી, એટલે કે ફાંદ (પેટ)ની સમસ્યા 53.6% લોકોને, એટલે કે દર બીજી વ્યક્તિને છે, જ્યારે ગામડાંમાં 18.8% લોકોને સમસ્યા છે. વાત જ્યારે ઓવરવેટ અને ઓબેસિટી (મેદસ્વિતા)ની આવે છે તો તેમાં પણ શહેર (31.4% અને 12.5%) ગામડાં (16.6% અને 4.9%)થી આગળ છે.
શું બોડી માસ ઇન્ડેક્સનું કેલ્ક્યુલેશન બદલાઈ ગયું છે?
➡️ ICMR-NINના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ભારતીયોનું આદર્શ વજન 60 કિલો નહીં, પરંતુ 65 કિલો છે. તેવી જ રીતે મહિલાઓનું આદર્શ વજન 50 કિલો નહીં, પરંતુ 55 કિલો છે. 2010માં જે ભલામણો કરવામાં આવી હતી, એમાં પાંચ કિલો વજન વધારવામાં આવ્યું છે.
➡️ ભારતીય પુરુષોની આદર્શ ઊંચાઈ 5.6 ફૂટ (171 સેમી)થી વધીને 5.8 ફૂટ (177 સે.મી.) થઈ ગઈ છે. મહિલાઓની આદર્શ ઊંચાઈ 5 ફૂટ (152 સેમી)થી વધારીને 5.3 ફૂટ (162 સેમી) કરવામાં આવી છે. એનાથી બોડી માસ ઈન્ડેક્સ (BMI) કાઢવાની ફોર્મ્યુલા પણ બદલી શકાય છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com