25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

બનાસડેરીની ચુંટણીમાં ફરી એકવાર શંકર ચૌધરી હુકમનો એક્કો સાબિત...

બનાસ ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન શંકર ચૌધરી ફરી હુકમનો એક્કો છે એ સાબિત કર્યું. બનાસડેરીની ચુંટણીમાં તમામ 16 બેઠકો બિનહરીફ થતાં હવે ફરી તેઓ જ ચેરમેન પદે રહેશે. તમામ બેઠકો બિનહરીફ જાહેર થતાં ચેરમેન અને વાઈસ ચેરમેનની પણ સર્વાનુમતે પસંદગી થશે. બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીને હરા

વર્તમાન ચેરમેન શંકર ચૌધરી જ બનાસ ડેરીના સર્વેસર્વા, તમામ 16 બેઠકો બિનહરીફ થઈ
બનાસ ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન શંકર ચૌધરી ફરી હુકમનો એક્કો છે એ સાબિત કર્યું. બનાસડેરીની ચુંટણીમાં તમામ 16 બેઠકો બિનહરીફ થતાં હવે ફરી તેઓ જ ચેરમેન પદે રહેશે. તમામ બેઠકો બિનહરીફ જાહેર થતાં ચેરમેન અને વાઈસ ચેરમેનની પણ સર્વાનુમતે પસંદગી થશે. 

બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીને હરાવવા એક સમયે ભાજપના જ દિગ્ગજો સાંસદ પરબતભાઈ પટેલ,પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળ અને વાઈસ ચેરમેન માવજીભાઈ દેસાઈ સામે પડ્યા હતા. ત્યારે શંકર ચૌધરીએ એવી બાજી ખેલી કે આ બધા દિગ્ગજોને પરાસ્ત કર્યા અને એમણે જાતે જ ફોર્મ પરત ખેંચવા પડે તેવો અપસેટ સર્જી દીધો છે. આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે વાઈસ ચેરમેન માવજી દેસાઈએ પણ ફોર્મ ખેંચીને ડેરીના રાજકારણમાં જ નીકળી ગયા છે.

બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યો બિન હરિફ થયેલા તમામ ઉમેદવારોના બેઠક પ્રમાણે નામ :-
1. રાધનપુર :- શંકરભાઈ ચૌધરી
2. સાંતલપુર :- રાધાભાઈ આહિર
3. કાંકરેજ :- અણદાભાઈ પટેલ
4. વડગામ :- દિનેશભાઈ ભટોળ
5. દાંતીવાડા :- પરથીભાઈ ચૌધરી
6. ધાનેરા :- જોઈતાભાઈ પટેલ
7. દિયોદર :- ઈશ્વરભાઈ પટેલ
8. ભાભર :- શામતાભાઈ પટેલ
9. વાવ :- રાયમલભાઈ ચૌધરી
10. થરાદ :- પરબતભાઈ પટેલ
11. દાંતા :- દિલીપસિંહ બારડ
12. અમીરગઢ :- ભાવાભાઈ રબારી
13. પાલનપુર :-ભરતભાઈ પટેલ
14. લાખણી :- ધુડાભાઈ પટેલ
15. સુઇગામ :- મુળજીભાઈ પટેલ
16. ડીસા :- રામજીભાઈ ગુંજોર

આ ચુંટણીની સાથે જ શંકર ચૌધરીએ પોતાના રાજકીય વિરોધી અને 24 વર્ષથી એક હથ્થુ શાસન ચલાવતા ડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળ તથા માવજી દેસાઈને પુરા કરી દીધા છે

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments