25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગુજરાતનું આ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ માટે આગામી ૧૫મી ઓક્ટોબરથી ખુલ્લુ મુકાશે

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને ભાલ વિસ્તાર, ભાવનગર જિલ્લાનું એક બહુમૂલ્ય નજરાણું છે. અહીંનું જૈવ વૈવિધ્ય લોકોના અભ્યાસ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. મુક્ત રીતે વિહરતા કાળીયારો ઉપરાંત વરૂ અને ડખમોર જેવા વન્યજીવોની ભારતભરમાં સંખ્યા ઘટી રહી છે ત્યારે આ વિસ્તાર અને તેનું વન્યજીવન સંરક્

મુલાકાતે આવનાર પ્રવાસીઓએ Covid-19ની ગાઇડલાઇન તથા નિયમોનું પાલન કરવાનું રહેશે

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને ભાલ વિસ્તાર, ભાવનગર જિલ્લાનું એક બહુમૂલ્ય નજરાણું છે. અહીંનું જૈવ વૈવિધ્ય લોકોના અભ્યાસ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. મુક્ત રીતે વિહરતા કાળીયારો ઉપરાંત વરૂ અને ડખમોર જેવા વન્યજીવોની ભારતભરમાં સંખ્યા ઘટી રહી છે ત્યારે આ વિસ્તાર અને તેનું વન્યજીવન સંરક્ષણ અને લોકોના સહકારથી ખૂબ સારી રીતે સચવાયેલ છે. ખાસ કરીને ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિના સુધી યાયાવર પક્ષીઓ માટે આ વિસ્તાર અભય સ્થાન છે. હેરિયર કુળના (પટ્ટાઇઓ) પક્ષીઓનું સામુદાયિક રાત્રી રોકાણ આ રાષ્ટ્રીય ઉદ્યાનને સમગ્ર વિશ્વમાં નોંધ લેવા પ્રેરે છે.

 

Covid-19ની મહામારીને ધ્યાને રાખી રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે આવનાર તમામ પ્રવાસીઓએ સરકારશ્રીની Covid-19ને લગતી તમામ ગાઇડલાઇન અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર ખાતે સંરક્ષણની અગત્યની કામગીરી ચાલુ હોય, પ્રવાસીઓએ હાલ રાત્રિ રોકાણ માટે ઇકો-ટુરિઝમ ડેવલપમેન્ટ કમિટી, વેળાવદર હસ્તકની ડોરમેટરીમાં જ ઉપલબ્ધ રહેશે. અગાઉથી બુકિંગ માટે મોબાઈલ નં.૬૩૫૩૨૧૫૩૫૩ પર સંપર્ક કરવા તમામ પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને નોંધ લેવા જણાવવામાં આવે છે.


મદદનીશ વન સંરક્ષક કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, ભાવનગરની યાદી જણાવે છે કે તા.૧૫-૧૦-૨૦૨૦ થી મુલાકાતીઓ માટે રાષ્ટ્રીય ઉદ્યાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલ્લુ મુકવામાં આવનાર છે. એની તમામ વન્ય પ્રાણી પ્રેમીઓ તથા મુલાકાતીઓએ નોંધ લેવી. 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments