25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

એશિયા અને આફ્રિકાની ધૂળના કારણે હિમાલયનો બરફ પિગળી રહ્યો છે, વિજ્ઞાનીઓ ચિંતિત..

એશિયા અને આફ્રિકી દેશોમાં પ્રદૂષણ અને ધૂળના કારણે હિમાલયનો બરફ ઝડપથી પિગળી રહ્યો છે. એક નવા સંશોઘનમાં આ દાવો કરવામાં આવ્યો છે. સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમિ હિમાલયના ઉંચા પર્વતો ઉપર ઉડતી ધૂળ બરફ પિગળવાના મુખ્ય કારણોમાંનુ એક છે. નેચર ક્લાઇમેન્ટ ચેંજ જર્નલમાં પ્રકાશિત સંશ

એશિયા, આફ્રિકી,  પ્રદૂષણ, ગ્લેશિયર, હિમાલય
એવું એટલા માટે થયું છે કે ધૂળ સૂર્યના પ્રકાશને શોષિત કરી શકે છે.
એશિયા અને આફ્રિકી દેશોમાં પ્રદૂષણ અને ધૂળના કારણે હિમાલયનો બરફ ઝડપથી પિગળી રહ્યો છે. એક નવા સંશોઘનમાં આ દાવો કરવામાં આવ્યો છે. સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમિ હિમાલયના ઉંચા પર્વતો ઉપર ઉડતી ધૂળ બરફ પિગળવાના મુખ્ય કારણોમાંનુ એક છે. 

નેચર ક્લાઇમેન્ટ ચેંજ જર્નલમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે બરફથી ઢંકાયેલા પહાડો ઉપર ઉડતી ધૂળના કારણે બરફ પિગળવાની પ્રક્રિયા ઝડપી બની છે. એવું એટલા માટે થયું છે કે ધૂળ સૂર્યના પ્રકાશને શોષિત કરી શકે છે. જેના કારણે આસપાસના ક્ષેત્ર ગરમ થાય છે.

સંશોધનમાં સામે આવ્યું છએ કે આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં સેંકડો માઇલ દૂરથી ઉડતી ધૂળ વધારે ઉંચાઇ ઉપર ઉતરવાને કારણે હિમાલય ક્ષેત્રનો બરફ પિગળવાની ક્રિયા ઉપર વ્યાપક અસર થઇ રહી છે. શોધમાં આ દાવો કરનાર યૂં કિયાન, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીની પેસેફિકવ નોર્થવેસ્ટ નેશનલ લેબોરેટરીમાં વિજ્ઞાની છે.

તેમણે કહ્યું કે ઝડપથી પિગળી રહેલો બરફ ચિંતાનો વિષય છે. નિયમિત બરફ પિગળવો એ પણ પ્રાકૃતિક પરિસ્થિતિનો ભાગ છે. ગ્લેશિયરમાંથી જે મીઠુ પાણી વહીને નીચે ઉતરે છે તે જ નદીઓના રુપમાં વહે છે. એક અનુમાન પ્રમાણે દક્ષિણ પૂર્વ એશિયાના 700 મિલિયન લોકો મીઠા પાણી માટે હિમાલયના બરફ ઉફર આધાર રાખે છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments